અથાગ પ્રયત્ન કર્યા પછી પણ નથી ઓછું થતું વજન? તો અચૂક અપનાવો આ 10માંથી કોઈ એક ઉપાય, ઝડપથી દેખાવા મળશે પરિણામ…

આજના આધુનિક સમયમાં લોકો વધુ પ્રમાણમાં બેસીને કામ કરે છે. જેના લીધે તેમને શારીરિક થાક લાગતો નથી અને તેમના શરીરમાં. ચરબી એકઠી થવા લાગે છે. જે વજન વધારાના સ્વરૂપમાં દેખાઈ આવે છે. જ્યારે વ્યક્તિનું વજન વધી જાય છે ત્યારે તે સરખી રીતે કોઈ કામ કરી શકતો નથી અને વધુમાં તેને શરમનો સામનો કરવો પડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે પણ વજન વધારાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો અને અથાગ પ્રયત્ન કર્યા પછી પણ વજન ઓછું થતું નથી તો તમે આજના લેખમાં જણાવેલ કેટલાક ઉપાય અપનાવી શકો છો. જે વજન ઓછું કરવા માટે રામબાણ ઈલાજ સાબિત થશે.

તો ચાલો આપણે જાણીએ કે એવા કયા 10 ઉપાય છે, જે ઝડપથી વજન ઓછું કરવા માટે કારગર સાબિત થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

1. જો તમે વજન ઓછું કરવા જાતે અથાગ પ્રયત્નો કરી રહ્યા છો તો તમારે સવારે ખાલી પેટ ટામેટા ખાવા જોઈએ.

2. આ સિવાય વજન ઓછું કરવા માટે 3થી4 લીંબુનો રસ, થોડાક કાળા મરી અને તેમાં મધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે તેને સવારે ચાટવાથી પણ વજન ઓછું કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. જો તમે દરરોજ સવારે ગાજરનો રસ પીવાની પળેજી પાડો છો તો પણ તમે આસાનીથી વજન ઓછું કરી શકશો.

4. આ સાથે તમે ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છો તો સલાડમાં વધુ પ્રમાણમાં કોબીજ નો સમાવેશ કરો. કારણ કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. જેના લીધે તમને ભૂખ લાગતી નથી અને તમે આસાનીથી વજન ઓછું કરી શકો છો.

5. આ સિવાય જો તમે વજન ઓછું કરવા માટે મન મક્કમ બનાવી લીધું છે તો ભોજન માંથી ચોખા અને બટાકાં ની માત્રા ઓછી કરવી પડશે. કારણ કે આ બંને વસ્તુ વજન વધારાનો શિકાર બનાવે છે પંરતુ જો તમે ચોખા વિના રહી શકતા નથી તો તમે તપેલીમાં બનાવેલ ચોખા ખાઈ શકો છો.

6. શક્ય હોય ત્યાં સુધી તમારા ભોજનમાં ફળોનો સમાવેશ વધારે કરો. કારણ કે તે વજન ઓછું કરવા માટે તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

7. જો તમે ચા વિના રહી શકતા નથી તો તમારે દરરોજ સવારે ચાને બદલે ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ.

8. સપ્તાહમાં એક વખત ઉપવાસ કરીને પણ તમે પાચનતંત્રને યોગ્ય રાખી શકો છો. જે વજન ઓછું કરવા માટે રામબાણ ઈલાજ સાબિત થશે.

9. જો શક્ય હોય ત્યાં સુધી વધારે પ્રમાણમાં ગળ્યો પદાર્થ ખાવાનો ટાળો અને પ્રવાહી ચીજ વસ્તુઓને વધારે મહત્વ આપો.

10. આ ઉપાય અનુસાર થોડુંક પાણી લઈને તેમાં લીંબુ અને આદુ મિક્સ કરો. પછી તેને થોડુંક ઉકાળો અને ત્યારબાદ તેને ફિલ્ટર કરી લો. હવે તે બાકી રહેલું પાણી પીવો. આ પણ વજન ઓછું કરવા માટે ઉપયોગી સાબિત થશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment