અત્યારે ઉનાળામાં આવા લોકોએ ના લેવો જોઈએ નાશ. નહીંતો આવી શકે છે ભયંકર પરિણામ.

મિત્રો વધારે પડતો નાસ લેવાથી આપણા શરીરમાં ખૂબ જ મોટી તકલીફ પડતી હોય છે. મિત્રો આજના આ લેખમાં આપણે વાત કરીશું કે વધુ પડતા નાસ લેવાથી આપણા શરીરમાં શું તકલીફ થાય છે. તેના વિશે આજના આ લેખમાં આપણે વાત કરીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ કોરોના ની મહામારી માં ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ સોશિયલ ડિસ્ટન્સ રાખવું, બીજું માસ્ક પહેરવું અને ત્રીજું હાથને સેનેટાઈઝ કરવા. વધારે પડતાં નાસ લેવાથી આપણા શરીર ને ભયંકર નુકસાન થાય છે.

મિત્રો અમુક એવા પણ લોકો હોય છે તેમને કોઈપણ તકલીફ ન હોય છતાં પણ દિવસમાં ત્રણ થી ચાર વખત નાસ લે છે. પરંતુ જો આપણે કોઈ તકલીફ ન હોય અને વધુ પડતો નાસ લેવામાં આવે તો આપણે ભયંકર પરિણામ ભોગવવું પડે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણે વારંવાર નાસ લઈએ છીએ જેનાથી આપણા શરીરમાં ગરમ હવા શરીરમાં જાય છે. એટલે કે આપણા શરીરમાં ગરમી વધે છે. મિત્રો શરીરમાં ગરમી વધવાના કારણે પિત્ત માં વધારો થાય છે. અને પિત્ત વધવાને કારણે જે લોકોને વાયુ અને કફની સમસ્યા હોય તેવા લોકોને આ ખૂબ જ અસર કરે છે.

મિત્રો જેવા લોકોને નાક બંધ થઈ ગયા હોય, વધુ માત્રામાં શરદી થઈ ગઈ હોય, વધારે માત્રામાં કફ થયો હોય અથવા તો ગળામાં કફ ભરાઈ ગયો હોય એવા લોકો નાસ લે તો તેનાથી ખૂબ જ ફાયદો થાય છે. પરંતુ જે લોકોને કઈ તકલીફ ન હોય તેવા લોકો જો વધુ પ્રમાણમાં નાશ લેશે તો તેમને ભયંકર નુકસાન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકોને તકલીફ હોય તે લોકોએ જ નાસ નો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો જે લોકોના શરીરમાં પિત્તની સમસ્યા વધુ હોય તેવા લોકોને નાસ લેવાથી પીતની સમસ્યામાં વધારો થાય છે. અને શરીરમાં પિત્ત વધવાને કારણે શરીરમાં બળતરા થઈ શકે છે.

એસિડિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. છાતીમાં બળતરા થઈ શકે છે. એટલે કે એ લોકોને પિતની સમસ્યા હોય તેવા લોકોને આ બધી સમસ્યા આવી શકે છે. એટલા માટે જે લોકોને કંઈ પણ સમસ્યા ન હોય તેવા લોકો એ નાસ લેવો ન જોઈએ.

અને મિત્રો કોઈને શરદી અને ઉધરસની સમસ્યા હોય અને નાસ લેવો હોય તો મશીનનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. ગેસ પર તપેલી મૂકી તેના દ્વારા નાસ લેવો જોઇએ. કારણ કે બજારમાં મળતા મશીનથી એક જ ધારી ગરમ હવા આવે છે. તેના લીધે આપણા શરીરમાં ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.

મિત્રો જે લોકોને કોઈ પણ તકલીફ ન હોય તેવા લોકો તો નાશ લે છે તો તેના દાંત માંથી લોહી નીકળવું, નાકમાંથી લોહી નીકળવું, નસકોરી ફૂટવી, એસીડીટી થવી, પેટમાં બળતરા થવી, છાતીમાં વધુ પ્રમાણમાં બળતરા થવી, આવી બધી સમસ્યાઓ થઈ શકે છે.

મિત્રો ઉનાળાની ગરમીમાં શરીર માં પિત્ત નું પ્રમાણ વધારે હોય છે. અને આપણે નાસ લઈએ છીએ ત્યારે તેમાં વધારો થાય છે. એટલે કે નાસ લેવાથી શરીરમાં પિત માં વધારો થાય છે. અને પિત્ત નો વધારો થવાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એટલા માટે મિત્રો જે લોકોને હાઈ બી.પી.ની તકલીફ હોય, જે લોકોને એસીડીટીની સમસ્યા હોય, જે લોકો લોહી પાતળું થવાની દવા કરતા હોય એવા લોકો એ જો કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય તો તેવા લોકો એ નાસ બિલકુલ ન લેવો જોઈએ. મિત્રો આમ કરવાથી આપણા શરીરને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment