ગરમીની ઋતુમાં અળાઈઓથી થઇ ગયા છો પરેશાન? તો કારગર છે આ 100% આર્યુવેદિક ઉપચાર..

સામાન્ય રીતે ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ઘણી બીમારીઓ આવવા લાગે છે. આજે પ્રદુષણ યુક્ત વાતવરણમાં વધુ પડતી ગરમી પડે છે, જેના લીધે વ્યક્તિ ના છૂટકે રોગોનો શિકાર બની જાય છે. જેમાં શરીર પર ખંજવાળ, ધાધર, ખરજવું, અળાઈ જેવી ત્વચા સમસ્યાઓ શામેલ છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હવે જો આપણે અળાઈ વિશે વાત કરીએ તો આ એક એવી બીમારી છે, જેના લીધે આખા શરીર પર નાની નાની ફોલ્લીઓ થઇ જાય છે. જેના લીધે શરીર કર ખંજવાળ તો આવે છે સાથે સાથે પણ ત્વચા પર બળતરા પણ થવા લાગે છે. જોકે તેનો કોઈ દવાથી ઈલાજ થઈ શકતો નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને તેનાથી રાહત મેળવવાના આર્યુવેદિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હળદર :- હળદર નો ઉપયોગ ત્વચા સબંધિત અનેક સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. હકીકતમાં હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે, જે અનેક બીમારીઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આવામાં અળાઈથી રાહત મેળવવા માટે તમારે મીઠું, મેથી અને હળદરને મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું જોઈએ અને તેનો ઉપયોગ સ્નાન કરવાના પાણીમાં કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ચંદન :- તમને જણાવી દઈએ કે તમે ચંદનની મદદથી પણ ત્વચા રોગો દૂર કરી શકો છો. હકીકતમાં ચંદનમાં ઈન્ફ્લેમેટ્રી તત્વો હોય છે. આજ ક્રમમાં અળાઈથી રાહત મેળવવા માટે ચંદન પાવડર અને ધાણા પાવડર મિક્સ કરીને તેનો લેપ બનાવવો જોઈએ અને પછી તેને શરીર પર લગાવવું જોઈએ, તેનાથી શરીરને ઠંડક મળે છે અને તમે આરામ મેળવી શકો છો.

ગુલાબના ફૂલ :- ગુલાબના ફૂલ પણ ત્વચા રોગ વિરોધી છે. જેના લીધે તમે તેનો ઉપયોગ કરીને ત્વચા રોગો દૂર કરી શકો છો. આ માટે ગુલાબના ફૂલનું તેલ, કપૂર અને ફટકડી મિક્સ કરીને લાગવાથી અળાઈમાં રાહત મળે છે. તમે તેનો થોડોક દિવસ ઉપયોગ કરશો તો ચોક્કસ પરિણામ જોવા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીમડો :- લીમડાના પાન પણ અળાઈ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ માટે લીમડાના પાનને વાટીને પેસ્ટ બનાવવાની રહેશે અને તેને અળાઈ પર લેપ સ્વરૂપે લગાવો. આનાથી તમને ઝડપથી રાહત મળશે, કારણ કે તેની અસર ઠંડી હોય છે.

મુલતાની માટી :- તમે બધા જાણતા હશો કે મુલતાની માટી ની અસર ઠંડી હોય છે. જેના લીધે તેનો લેપ બનાવીને શરીર પર લગાવવામાં આવે તો તમને ઝડપથી આરામ મળે છે. જોકે ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ કર્યાના અડધા કલાક બાદ સાફ કરી લેવું જોઈએ.

પપૈયા :- પપૈયાનો ગર્ભ પણ અળાઈની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ માટે સૌથી પહેલા પપૈયાને સારી રીતે ક્રશ કરી લો અને તેને અળાઈ પર લગાવો. આવું કરવાથી તમને આરામ મળશે અને ત્વચા પણ સ્પષ્ટ થઈ જશે.

ખાવાના સોડા :- ખાવાના સોડા પણ અળાઈ દૂર કરવા માટે ઉપયોગી છે. હકીકતમાં તેનો ઉપયોગ કરવાથી બંધ છિન્દ્ર ખૂલે છે અને તમારી ત્વચા પૂરતો ઓક્સિજન મેળવી શકે છે. આવામાં જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો આજે ત્વચા સબંધિત કોઈપણ બીમારી હોય તો તમે ખાવામાં સોડા તેના પર લગાવીને રાહત મેળવી શકો છો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment