આ 3 શક્તિશાળી દાળને આ રીતે ખાશો તો આટલી બીમારીઓ ક્યારેય આવશે જ નહીં.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી અગત્યની 3 દાળ વિશે વાત કરીશું જેનું આયુર્વેદમાં ઉલ્લેખ છે મિત્રો આ ત્રણ દાળ ખૂબ જ શક્તિશાળી છે અને સ્વાસ્થ્યને લગતી ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તમને શરીરમાં દુખાવો રહેતો હોય, હાથ પગમાં દુખાવો રહેતો હોય સાથે જ તમારા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો અભાવ હોય તો,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ત્રણ દાળનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો સૌથી પહેલા વાત કરીએ કળથી ની દાળ વિશ્વભરમાં કળથી ની દાળ સૌથી પ્રોટીન યુક્ત દાળ છે. જી હા મિત્રો વિશ્વમાં જેટલી પણ દાળ છે તેમાં કળથી ની દાળ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન હોય છે. મિત્રો આ દાળનો સેવન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણા શરીરમાં ઘોડા જેવી સ્ફૂર્તિ આપે છે.

જે લોકો ખૂબ જ મહેનતનું કામ કરતા હોય છે તેવા લોકોએ આ દાળ નું સેવન કરવું તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો આપણા વડીલોના જણાવ્યા અનુસાર કળથી ની દાળ આપણી તાકાત માં દસ ગણો વધારો કરે છે. જે યુવાન વયના લોકો સેનામાં જોડાવા માંગે છે તેવા લોકોને આનાથી વિશેષ પૌષ્ટિક આહાર કોઈ ન હોઈ શકે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જે લોકોની આંખોની રોશની ધીરે ધીરે ઓછી થાય છે તેમના માટે પણ આ દાળ નું સેવન કરવું તે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. સાથે સાથે જ વાળની સમસ્યા માટે પણ આ દાળ ખૂબ જ ફાયદો કરે છે કારણકે આ દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.

જે લોકોના શરીરમાં લોહીની કમી હોય તેવા લોકોને આ દાળ નું સેવન કરવું એ ખૂબ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આથી જ બધી દાળોમાં આ દાળ સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો નિયમિત રૂપે રાત્રે કળથી ની દાળ ને થોડી માત્રામાં પલાળીને સવારે નિયમિત રૂપથી તેનું સેવન કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓમાં ખૂબ જ રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શિયાળામાં આ દાળને નિયમિત રૂપથી લેવામાં આવે તો સાંધાના દુખાવા અને ઘૂંટણના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જ રાહત આપે છે. મિત્રો ઘણા લોકો મગની દાળને રાત્રે પલાળીને સવારે તેને અંકુરીત થવા દઈને તેનું સેવન કરતા હોય છે મિત્રો મગની દાળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઔષધશાસ્ત્ર માં પણ મગની દાળના અગણિત ફાયદા ગણાવે છે.

મિત્રો મગની દાળમાં પ્રોટીન ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે અને સાથે સાથે ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે મિત્રો નિયમિત રૂપથી મગની દાળનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ આપણા શરીરને થાય છે. મિત્રો મગની દાળ માં રહેલા ફાઇબર આપણા શરીરની પાચન શક્તિમાં વધારો કરે છે,

અને ચહેરાની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાડે છે મિત્રો જે લોકોને ગઠિયાની બીમારી હોય તેવા લોકો મગની દાળનું સેવન કરવું ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તો રોજ સવારે ફણગાવેલા કઠોળનું સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ ની કમી પૂરી થાય છે અને આપણાં ઘૂંટણ અને સાંધાના થતા દુખાવામાં ખૂબ જ રાહત મળે છે.

 

મિત્રો જે લોકોને તેમનું શરીર તાકાત વાળો બનાવવું છે અને સ્ફૂર્તિલુ બનાવવું છે તેવા લોકો એ કાળા ચણાની દાળનું સેવન કરવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે રોજ કાળા ચણા નુ સેવન કરવાથી આપણા માં ઘોડા જેવી તાકાત આવે છે મિત્રો જે લોકોના શરીરમાં ખૂબ જ ગરમી હોય અને ચહેરા ઉપર ખીલ ની સમસ્યા હોય,

તેવા લોકો રોજ રાત્રે કાળા ચણા પલાળીને તેને સવારે નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો આ સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો જે લોકોને બદલાતી ઋતુમાં શરદી – જુકામ ની સમસ્યા રહેતી હોય તેવા લોકો પલાળેલા કાળા ચણા ને શેકીને ખાવાથી આ સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો કાળા ચણાની દાળનું સેવન કરવાથી શરીરમાં કમજોરી દૂર થાય છે, અને શરીરમાં ખૂબ જ સ્ફૂર્તિ આવે છે મિત્રો કાળા ચણાની દાળનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે મિત્રો આ સાથે જ આ ત્રણે દાળનું નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment