બીમારીથી દૂર રહેવું હોય તો આજે જ અપનાવી લો આ એક નિયમ ને બની જાઓ તંદુરસ્ત.

મિત્રો આપણે આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો તેના માટે આપણે તેની કાળજી રાખવી જોઈએ. અને સાથે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરવામાં આવે તો આપણે આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત અને નિરોગી બનાવી શકીએ છીએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીશું જેનાથી કોઈપણ જાતની તમને બિમારી તમારી નજીક આવશે નહીં.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આપણા શરીરમાં વાત, કફ અને પિત્ત નું સંતુલન જળવાઈ રહે તો આપણા શરીરમાં કોઈ જાતની તકલીફ થતી નથી. મિત્રો અહીં આજના લેખમાં અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપચાર બતાવવાના છીએ અને કેટલાક નિયમો બતાવવાના છી એ જે નિયમોનું તમે ચુસ્ત પાલન કરશો તું તમે સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવશો.

મિત્રો સવારે વહેલા ઊઠીને નિયમિત રૂપે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો સવારે ઉઠીને આપણે દાંત સાફ કરવા માટે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ તેના બદલે આપણે લીમડા અથવા બાવળના દાતણ નો ઉપયોગ કરીએ તો તેના પણ આપણ ને શરીરમાં અનેક ફાયદા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને સાથે જ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે સૂર્યોદય પહેલાં ઊઠવા નો નિયમ રાખો. મિત્રો રોજ સવારે વહેલા ઊઠીને નરણા કોઠે હૂંફાળું ગરમ પાણી પીવાથી આપણા શરીરની હકારાત્મક અસર જોવા મળે છે મિત્રો આ ઉપાય કરવાથી આપણા શરીરમાં લિવર, કિડની અને પેશાબને લગતી કોઈપણ જાતની બીમારી થતી નથી.

મિત્રો નિયમિત રૂપે દિવસમાં એકવાર તમારા ખોરાકમાં લીંબુ નો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો લીંબુ એક ખૂબ જ પાવરફુલ ઔષધી છે અને આપણા શરીરમાં રહેલ ટોક્સિન એટલે કે વધારાના કચરાને લીંબુ દૂર કરે છે અને આપણા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો નિયમિત રૂપથી ચાલવું તે આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે માટે નિયમિત રૂપે બે થી ત્રણ કિલોમીટર ચાલવું જોઈએ. મિત્રો જે લોકો બેઠાડું જીવન જીવતા હોય તે લોકો માટે ચાલવું એ શરીર માટે અનેક લાભકારક હોય છે તે પણ જો સવારે વહેલા ઊઠીને બે થી ત્રણ કિલોમીટર ચાલવામાં આવે તો,

શરીરને અનેક ફાયદા થાય છે મિત્રો આ ઉપાય કરવાથી પેટને લગતી અનેક બીમારીઓમાં રાહત મળે છે. મિત્રો સવારના નાસ્તામાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરવાથી તંદુરસ્ત અને નિરોગી શરીર રહે છે. ખાસ કરીને ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં ખૂબ જ સારું પરિણામ મળે છે મિત્રો ફાસ્ટ ફૂડ,

ચરબીવાળો ખોરાક અથવા તો બજારમાં મળતા તીખા અને તળેલા ખોરાક ને ન ખાવા જોઈએ. મિત્રો આ નિયમને પણ તમે ચુસ્તપણે પાલન કરશો તો તમારું શરીર તંદુરસ્ત અને નીરોગી રહેશે. મિત્રો રાત્રિનું ભોજન 08:00 વાગ્યા પહેલા કરી લેવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક છે કારણકે ભોજન અને સુવાના ટાઇમ વચ્ચે બે થી અઢી કલાકનો ટાઇમ રહેવો જોઈએ,

જેથી કરીને રાત્રે 08:00 વાગ્યા પહેલા તમે જમી લેજો તો પેટને લગતી કોઈ બીમારી તમને નહીં થાય અને સાથે જ ચરબી અને વજન વધવાની સમસ્યા માં પણ ખૂબ જ રાહત મળશે. મિત્રો જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ અને જમ્યા પછી તરત જ સુવું પણ ન જોઈએ.

મિત્રો હંમેશા જમ્યા પછી અડધોથી પોણો કલાક પછી જ પાણી પીવું જોઈએ. મિત્રો જો તમે આ નિયમનું પાલન કરશો તો પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ, એસીડીટી અને કબજિયાતમાં ખૂબ જ સચોટ અને સારા પરિણામ મળશે. મિત્ર ચા-કોફી અને કોલ્ડ્રિંક્સ નું સેવન બને ત્યાં સુધી ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ.

મિત્રો આ નિયમો તમે પણ તમારા જીવનમાં ઉતારી લે શો તો સ્વાસ્થ્યને લગતી કોઇ બીમારી તમારી નજીક આવશે નહીં અને તમે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવશો. જો મિત્રો આપણા શરીર ને સ્વાસ્થ્ય થી ભરપૂર રાખવું હોય તો જરૂર આ નિયમોનું પાલન કરો અને તમારા શરીરને સ્વસ્થ રાખો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment