મિત્રો સાચુ સુખ નિરોગી કાયા આ કહેવત મુજબ જો તમારુ શરીર સ્વસ્થ હોય તો તમે ભાગ્ય વાન ગણાશો. મિત્રો આજ ના સમય માં ઘણી બધી નાની મોટી સમસ્યાઓ થતી હોય છે. આ બધી સમસ્યાઓ મા એક એવી સમસ્યા છે તેના વિશે વાત કરવાના છીએ એ છે પેશાબ ને લગતી સમસ્યા.
મિત્રો પેશાબને લગતી સમસ્યા અત્યારે ઘણા બધા લોકો ને સતાવતી હોય છે. પેશાબ ની સમસ્યા મા શુ થાય છે તો પેશાબ કરતી વખતે ખૂબ જ બળતરા થવી, પેશાબ અટકી અટકીને આવે, દુખાવો થાય, પેશાબ પીળા રંગનો આવે, પેશાબ માં ઘણી વાર લોહી આવે અથવા તો પેશાબમાં પરુ આવે એવી બધી સમસ્યા થતી હોય છે.
મિત્રો આમ તો આ સામાન્ય તકલીફ કહેવામાં આવે છે પરંતુ જો લાંબો સમય ખેચવામા આવે તો ગંભીર રૂપ ધારણ કરે છે. જેના લીધે કિડની માં સમસ્યા થવાની શક્યતા રહેલી છે.
જે લોકો ને ડિહાઇડ્રેશન ની સમસ્યા રહેતી હોય, મૂત્ર નળી માં કોઈ ઇન્ફેક્શન હોય અથવા તો કિડની મા પથરી હોય ત્યારે પણ પેશાબને લગતી સમસ્યા થતી હોય છે જે લોકોને બહાર નું અને તીખું તમતમતું ખાવાની ટેવ હોય એવા લોકો ને આ સમસ્યા થતી હોય છે.
મિત્રો એના માટે તમારે પાણી ખાસ પીવું જોઈએ. પેશાબને લગતી બીમારીઓ માં પાણી એક અક્શીર ઈલાજ છે. મિત્રો પેશાબ ને લગતી બીમારી માટે આજે અમે તમને એક ઉપાય બતાવાના છીએ.
એના માટે તમારે એક કાકડી લેવાની છે એ કાકડીના નાના નાના ટુકડા કરીને તેનો રસ કાઢી લેવાનો છે અને આ રસ ને એક ગ્લાસમા કાઢીને તેમાં એક લીંબુનો રસ ઉમેરવા નો છે. ત્યારબાદ અડધી ચમચી શુદ્ધ દેશી મધ ઉમેરવાનું છે. પછી આ રસ ને બારબાર મિક્સ કરી લેવાનો છે.
મિત્રો આ રસને તમે સવારે નાસ્તો કર્યા બાદ એક કલાક પછી ધીમે ધીમે પિવાનો છે અને સાંજ ના સમયે જમ્યા પહેલા આ રસ પીવાનો છે .મિત્રો આ દેશી ઉપાય જો તમે પીશો તો તમને જો પેશાબને લગતી કોઈ પણ બીમારી હશે તો તેમાં ખૂબ જ રાહત મળશે. અને પેશાબ ની બધી જ સમસ્યા દૂર થઈ જશે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાય અને ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.