મોંઢામાં ચાંદા પડે તો કરો આ ઘરેલું ઉપાય અને ચાંદાને કરો દૂર.

મિત્રો તમે પણ જાણતા હશો કે ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે. તેના કારણે શરીરમાંથી ગરમી બહાર આવે છે તેના લીધે મોંઢામાં ચાંદા પડેલા જોવા મળે છે. જે લોકો ને હોજરીની ગરમી વધારે હોય તેવા લોકોને મોંઢામાં ગરમીના ચાંદા થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનો યોગ્ય અને જરૂરી દેશી દવાનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાંથી છુટકારો મેળવી શકાય છે. શરીરની ગરમી ઓછી થાય તે માટે ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. આવા વ્યક્તિઓએ ભરનું ખાવાનું છોડી દેવું જોઈએ.

મોંઢાના ચાંદા મટાડવાના ઘરેલું ઉપચારો:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

રોજ સવારે વડવાઈનું દાતણ કરવાથી ચાંદામાં આરામ થાય છે. સીધું પડતા ચાંદા પડ્યા હોય કે ખુબજ બળતરા થતી હોય તો વડ ની છાલનો ઉકારો બનાવી મોંમાં રાખવાથી આરામ મળે છે. જેઠીમધ નું ચૂર્ણ બનાવી ચાવવાથી મોં ના ચાંદા મટી જાય છે.

દેશી મધને મોં માં રાખવાથી અથવા તો તેને પાણીમાં નાખીને તે પાણીના કોગળા કરવાથી આરામ થાય છે અને ઝડપથી માટી જાય છે. દાડમની સુકી અને લીલી છાલ ને મોં માં રાખવાથી મોઢું તથા ઉધરસ માં ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને કબજિયાત ની બીમારી હોય તો તેનો ચોક્કસ ઈલાજ કરવાથી પણ મોઢું આવતું નથી. પાન ખાવાથી અથવા તો પાનમાં આવતો કઠો લગાવવાથી પણ ચાંદા મટે છે. ચણોઠીના પણ ચાવીને તેનો રસ પેટમાં ઉતારવાથી ગરમી ઓછી થાય છે અને મોઢું પણ મટી જાય છે.

શતાવરી, ખડી સાકર, જેઠીમધ અને આમળાના ચૂર્ણને સરખે ભાગે લાઇ તેનું ચૂર્ણ બનાવી નિયમિત રીતે દૂધ સાથે લેવાથી મોં ના ચાંદા, બળતરા, વગેર મતાડવા ખાટા, ખારું, તીખું વગેરે છોડી દેવાથી આંતરડાની ગરમી અને યોનીના ચાંદા મટે છે.

મોં મા પડેલા ચાંદા ને ફટકરીના કોગળા કરવાથી આરામ થાય છે તથા સુકી દ્રાક્ષ મોઢામાં રાખી ચાવવાથી પણ આરામ થાય છે. બાવળ નું દાતણ કરવાથી અને તેની છાલ ને ચાવવાથી પણ મોઢાના ચાંદા મટી જાય છે. લીલું નારીયેર અને સાકરને ખૂબ ચાવીને ખાવાથી ગરમી ઓછી થાય છે અને ચાંદામાં રૂઝ આવે છે.

ચમેલીના પાન, ખીજડાની છાલ, સોપારી વગેરે નું ચૂર્ણ બનાવી પાણી માં નાખી ઉકારવું અડધું થાય પછી મોંમાં રાખવાથી દુખાવો , ચાંદા અને સોજા દુર થાય છે. લીલી હળદર ની છાલ ઉપર અરડૂસી અને સાકર નાખીને તેને ચૂસવાથી મોઢાના છાલા મટે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment