મિત્રો આજકાલ દરેક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમર ના વૃદ્ધ માં આ સમસ્યા વધુ હોવાથી કોઇપણ જરૂરી કામ હોવા છતાં પણ ભૂલી જવાય છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.
ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ખાસ કરીને પરીક્ષા વખતે યાદ કરેલું પણ તે વખતે યાદ આવતું નથી અને પરિણામે ઓછું રિઝલ્ટ આવે છે. મિત્રો સતત તેનું ચિંતન કરવામાં આવે તો યાદશક્તિ માં વધારો થાય છે અને તેની સાથે ઘરેલું ઉપચાર પણ કરવો ફાયદાકારક સાબિત થાય છે.
યાદશક્તિ વધારવાના ઘરેલું ઉપચારો:-
યાદશક્તિ વધારવા ગળો, ગોખરુ, જેઠીમધ અને શંખપુષ્પી નું ચૂર્ણ બનાવી સવાર સાંજ મોટી ઉંમરના વ્યક્તિ ઓએ લેવાથી વાયુ નો પ્રકોપ અને યુવાનીમાં વધારો થાય છે. તજ નો ઉપયોગ યાદશક્તિ વધારવા માટે ખુબજ ફાયદાકારક છે. તેને મોં માં રાખવાથી અથવાતો તેનો પાઉડર બનાવી પીવાથી યાદશક્તિ માં વધારો થાય છે.
ઉનાળાની ઋતુમાં કેરીના રસમાં દૂધ, આદુ, ખાંડ ભેરવી ને રોજ સવારે પી જવાથી સ્મરણશક્તિ માં વધારો થાય છે. માનસિક તણાવ પણ દૂર થાય છે અને ડીપ્રેશન માંથી બહાર આવી શકાય છે. તે ઉપરાંત તરબૂચના બીની મીંજ ખાવાથી યાદશક્તિ માં વધારો થાય છે.
કોરા નું શાક અથવાતો તેનો ટોપરપાક બનાવી ખાવાથી યાદશક્તિ માં વધારો થાય છે. બદામનો ઝીણો ભુકો કરી તેના સાકર અને ઘી મિક્સ કરીને સવારે તે ખાવાથી યાદશક્તિ માં વધારો થાય છે. ચારોળી અને શીંગોડા ખાવાથી યાદશક્તિ માં વધારો રહયા છે.
અશ્વગંધા, ગરમાળો, ગોખરુ, આમલા અને જેઠીમધ નું ચૂર્ણ બનાવી ઘી મિક્સ કરીને ઉપરથી દુધ પીવાથી યાદશક્તિ માં વધારો થાય છે. બદામમાં વધુ પ્રમાણમાં વિટામિન ઈ રહેલું હોય છે જે યાદશક્તિ વધારવામાં ખુબજ ફાયદો કરે છે. ગોળી કરતા બદામ ખાવાથી ખુબજ મોટો ફાયદો થાય છે.
નિયમિત પણે ભુખ્યા પેટે સફરજનનો ઉપયોગ કરવાથી યાદશક્તિ વધે છે. શંખપુષ્પી ના છોડ, બદામ, એલચી, મરી, ખસખસ, અને ગુલાબના ફૂલની પાંખડીઓ ની ચટણી બનાવી રોજ સવારે એક ચમચી દૂધમાં નાખીને બરાબર હલાવી પીવાથી વિદ્યાર્થીઓ માં યાદશક્તિ માં વધારો થાય છે.
રોજ સવારે સફરજનનો મુરબ્બો બનાવી ખાવાથી બીપી સામન્ય થઈ જાય છે અને યાદશક્તિ વધે છે. તે ઉપરાંત વરિયારીના ચચૂર્ણ નર દૂધવાળા સાકરમાં નાખીને પીવાથી યાદશક્તિ મા વધારો થાય છે. આમળાનો નિયમિત ઉપયોગ કરવાથી યાદશક્તિ વધે છે.
રોજ સવારે સુવાનું ચૂર્ણ મધ કે ઘી સાથે ચાટવાથી યાદશક્તિ વધે છે. માલકાંકની નું તેલ યાદશક્તિ વધારવામાં ખુબજ ફાયદાકારક છે. હરડે, આમળા, જેઠીમધ અને શંખપુષ્પી નું ચૂર્ણ બનાવી નિયમિત ઉપયોગ કરવાથી યાદશક્તિ વધે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.