દોસ્તો શું તમને ગોઠણ નો દુખાવો થાય છે? શું તમને ઢીંચણનો દુખાવો થાય છે ? જો તમને આ દુખાવો થાય છે તો આજે અમે તેના માટે એક ઉપાય લઈને આવ્યા છીએ.
આજ કાલ મોટી ઉંમરના લોકો ગોઠણના દુખાવાની સમસ્યાથી પીડાતા હોય છે. મિત્રો આ દુખાવો ખૂબ જ પીડાદાયક અને અસહનીય હોય છે. આજ ના સમય મા દિવસે દિવસે બિમારીનું પ્રમાણ વધતું જાય છે.
મિત્રો ટેક્નોલોજી માં આટલો બધો સુધારો થયો માનસ છેક ચંદ્ર સુધી પહોચ્યો છે પરંતુ પોતાના શરીરમા રહેલી બીમારી સુધી પહોંચી શક્યો નથી એનો મતલબ એ થયો કે દિવસે ને દિવસે બીમારી નું પ્રમાણ વધતું જાય છે.
આવી જ એક સમસ્યા છે ગોઠણનો દુખાવો. આ બીમારીમા કોઈ એલોપથી દવા પણ કામ કરતી નથી. ગોઠણનો દુખાવો ખાસ કરીને પચાસ વર્ષથી ઉપરના લોકોને ખાસ થતો હોય છે. પરંતુ હાલના સમયમાં તો ત્રીસ કે પાંત્રીસ વર્ષ ના યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.
જેમ જેમ માણસની ઉંમર વધે તેમ તેમ શરીરના સાંધામાં કેલ્શિયમ ની કમી ઉભી થાય છે. અને એના લીધે ગોઠણનો દુખાવો થાય છે. ગોઠણ મા સાયનોવિયલ ફ્લુ નામનું તત્ત્વ ગોઠણ માંથી ઓછું થાય છે ત્યારે આ સમસ્યા થતી હોય છે.
આવી સમસ્યા વાળા લોકો બહારનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ, કોલ્ડડ્રીંક બંધ કરી દેવા જોઈએ, અને પોતાનુ વજન નિયંત્રણ મા રાખવુ જોઇએ. હવે આપણે ગોઠણ ના દુખાવા નો દેશી ઉપાય ની વાત કરીશુ.
એના માટે તમારે ચુનાની ટોટી, હળદર અને દળેલી ખાંડ. મિત્રો એક વાટકીમાં એક ચમચી હળદર નાખવાની છે. એક આખી ટોટિ ચૂનો એમાં ઉમેરવાનું છે. ત્યારબાદ દળેલી ખાંડ એક ચમચી તેની અંદર લેવાની છે. એમાં એક ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવાની છે.
મિત્રો આ પેસ્ટ ને જ્યા ગોઠણ મા દુખાવો થતો હોય ત્યાં રાઉન્ડ માં લગાવવા નું છે મિત્રો આ ઉપાય મા તમને એક પણ રુપિયા નો ખર્ચ થશે નહી. માત્ર એક રૂપિયાની ચુનાની ટોટી મા તમે ઘરે બેઠા ગોઠણના દુખાવામાં રાહત મેળવી શકો છો.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.