ડાયાબિટીસ, કમરના દુખાવા જેવા અનેક રોગો દૂર કરે છે ગુંદર. જાણો ગુંદરના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો તમે પણ જાણતા હશો કે ગુંદર ખાવાથી શરીર ને ખુબજ ફાયદા થાય છે. શિયાળામાં લોકો ગુંદરનો ખુબજ ઉપયોગ કરતા હોય છે. તે શરીર ને મજબૂત રાખવામાં મદદ કરે છે. જે લોકો ને કમરના દુખાવા થતા હોય તેના માટે ગુંદર ખુબજ ફાયદાકારક છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો દરેક લોકો ગુંદરનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી સાંધાના દુઃખાવા વગેરેમાં અદભુત ફાયદા થાય છે. જ્યારે શિયાળો આવે એટલે લોકો બાવળ, ધોવ વગેરે ગુંદરનો ઉપયોગ કરે છે અને શરીરને મજબૂત બનાવે છે. તો મિત્રો આજે આપણે ગુંદરના અદભુત ફાયદા વિશે જાણીશું.

મોટા ભાગે ગુંદર આછા પીળા રંગનો અને આરપાર જોઈ શકાય તેવું હોય છે. તેનો ગુણધર્મ ગરમ હોવાથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઘીમાં શેકીને પણ ખાવામાં આવે છે. ગુંદરનો મેથીના મસાલા અને તેના લાડવા બનાવીને પણ ખાવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગોરલ ગુંદ ઠંડો હોવાથી તેને શિયાળા અને ઉનાળા બને ઋતુમાં ખાઈ શકાય છે. તેને પાણીમાં પલાળી રાખવાથી તે જેલી જેવું બને છે. તેથી તેને ઉનાળા દરમિયાન ખાઈ શકાય છે અથવા તો શિયાળામાં તરીને વાનગીમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

ગુંદર માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે તેના કારણે હાડકા મજબૂત બને છે. સાંધાઓ અને કમરના મનકાના દુઃખાવા માંથી રાહત મળે છે. તે ઇનસુલીન ની માત્રા ને વધારે છે આથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે. આ ગોરલ ગુંદને પાણીમાં પલાળી સવારે પીવાથી ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને કબજિયાત ની તકલીફ હોય તેવા લોકો એ હૂંફાળા ગરમ પાણીમાં ગુંદરનો પાઉડર, લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી કબજિયાત દૂર થાય છે. આંતરડા ના ચાંદા મટાડવા માટે જેઠીમધ, ગોરલ ગુંદ અને બીલાના ગર નો પાઉડરનું મિશ્રણ બનાવી એક ચમચી લેવાથી ચાંદા દૂર થાય છે તથા ગોરલ ગુંદ મોં ના ચાંદા પર લગાવી રાખવામાં આવે તો પણ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

ગોરલ ગુંદ ને પાણીમાં પલાળી સવારે મોં પર લગાવવાથી સુકાય એટલે તેને સાફ કરવું એવું કરવાથી કાળાશ અને ખીલ ની સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે. તે ઉપરાંત કરચલીઓ દૂર થાય છે. ગુંદને પાણીમાં પલાળી તેમાં મધ ઉમેરી પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment