મિત્રો, કેટલીક વાર આપણને પેટ ની સમસ્યા ના કારણે ચિંતિત હોઈએ છીએ. કેટલીક વાર પેટ માં ગેસ થવાથી બીજા બધા માટે મજાક નું કારણ બની જાય છે એટલે આપના માટે શરમજનક બાબત હોય તેવું લાગે છે. મિત્રો જો વધુ ગેસ ની સમસ્યા હોય તો ભીડ કે બીજા મિત્રો જોડે જવું આપણને સંકોચ લાગે છે.
નાની ઉંમર થી લઇ મોટા વૃધ્ધો સુધી દરેક માણસને આ પ્રોબ્લેમ નો સામનો તો કરવો જ પડે છે. પેટ માં ગેસ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ખાવા માં જો વધારે પડતા બટાટા ખાવા માં આવે તો પણ ગેસ ની સમસ્યા થઈ શકે છે. દવાઓ ના કારણે પણ ગેસ ની સમસ્યા થઈ શકે છે.
મિત્રો, બીજા ઘણા કારણ છે કે જેના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે જેમકે વધારે પડતું ખાવું, ભૂખ્યું રેવું, એવું ભોજન કે પચવામાં ભારે હોય ,વધુ ચિંતા કરવી વગેરે કારણે પણ ગેસ થઈ શકે છે. જ્યારે પેટ માં ગેસ થાય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે.
જેમ કે ભૂખ ન લાગવી, મોઢામાંથી ખરાબ વાસ આવવી, પેટ ફુલવું, અપચો, કબજિયાત વગેરે જેવા લક્ષણો દેખાય તો સમજી લેવું કે તમને ગેસ નો પ્રોબ્લમ થશે તો મિત્રો જલ્દી થી સારવાર કરી દેવી નહી તો ગેસ ના લીધે બીજો પ્રોબ્લમ પણ થઈ શકે છે.
મિત્રો ગેસ દૂર કરવા માટે આપણું રસોડું જ દવાખાનું છે એમ જ માની લેવું. મિત્રો ગેસ થયો હોય તો લીંબુ ના રસ માં એક ચમચી બેકિંગ સોડા નાખી સવારે ભૂખ્યા પેટે પીવાથી ગેસ નો પ્રોબ્લેમ દૂર થાય છે. મિત્રો મરી તો બધા ના ઘરમાં તો હશે જ એ ખૂબ જ ઉપયોગી છે.
મરી પાવડર નું સેવન કરવાથી અપચો દૂર થાય અને ગેસ નું પ્રમાણ ઘટે છે. મિત્રો તમે દૂધ માં પણ મરી પાવડર અને સૂંઠ નાખીને પીવો તો ઝડપથી ગેસ નો પ્રોબ્લેમ દૂર થઈ જશે. ઉનાળો હોય તો તમે છાશ માં મરી પાવડર નાખીને પીવાથી પણ ગેસ નો પ્રોબ્લેમ થતો નથી.
મિત્રો એક સારો ઉપાય છે કે તમે દરરોજ આદુનો ટુકડો ચાવીને ખાવાથી ગેસ થતો નથી. ઘરેલુ ઉપાય છે એક જો ગેસ વધુ પડતો થઈ ગયો હોય તો ફુદીનાના પાન નો ઉકાળો બનાવીને પીવો તો થોડીક જ વાર માં ગેસ નો પ્રોબ્લેમ દૂર થઈ જશે. દરરોજ નારિયેળનું પાણી પીવાથી પણ ગેસ થતો નથી.
મિત્રો જો તમે તમારું શરીર સ્વસ્થ રાખવા માંગતા હોય તો અઠવાડિયામાં એક ઉપવાસ જરૂર થી કરો ,ગેસ પણ થશે નહીં. લસણ ખાવાથી પણ ગેસ નો પ્રોબ્લેમ થતો નથી. લસણ ને ધાણા,જીરું સાથે નો ઉકાળો પીવાથી પેટ માં ઘણો ફાયદો થાય છે.
મિત્રો દરરોજ લીંબુ ખાવાથી પણ પેટ સાફ રહે છે. રાત્રે અજમાં સાથે મીઠું ફાકવાથી ગેસ થતો નથી.મૂળા ના રસ માં લીંબુનો રસ ભેગો કરી પીવાથી જમ્યા પછી પીવાથી પેટ સાફ રહે છે અને ગેસ થતો નથી. મિત્રો જમવામાં જો તમે હિંગ નાખો તેનાથી પણ ગેસ થતો નથી. જમ્યા પછી હળદર અને સૂંઠ નો પાવડર ખાવાથી પણ ગેસ થતો નથી.
મિત્રો ગરમ પાણી માં અજમો નાખીને પીવાથી પણ ગેસ ની સમસ્યાથી છુટકારો મળે છે. લસણ ની 3 કળી વાટીને તેમાં ચપટી મીઠું અને લીંબુ નો રસ નાખીને ખાવાથી ગેસ ની સમસ્યા થશે નહિ. જીરું, સંચર, આદુ અને મધ નો ઉકાળો પીવાથી પણ ગેસ થશે નહીં.
મિત્રો તમને મારો આ આર્ટિકલ ગમ્યો હોય તો તમારા મિત્રો ને share જરૂર કરો.