મિત્રો ,આપણે જાણીએ છીએ કે રસોડું એજ આપણું દવાખાવું છે. કોઈ પણ બીમારી હોય તેની દવા આપના રસોડા માંથી મળે છે. જાણે કે મરી મસાલા દરેક દવા માટે ઉપયોગી છે. તેમાંથી મિત્રો આપણે તજ ના ફાયદા અને તેના ઉપયોગ વિશે જાણીએ.
મિત્રો તજ ફક્ત મસાલા તરીકે જ નહી પણ બીજી ઘણી દવા માટે ઉપયોગી છે. તજ એ દરેક બીમારી ની દવા છે. તેનાથી ઘણા રોગ સામે તાકાત મળી રહે છે. તજ ની તાસીર ગરમ છે માટે તેનો જરૂર પ્રમાણે જ ઉપયોગ કરવો જોઈએ.
કેટલાક લોકોનું એવું કહેવું હોય છે કે હું કામ કરૂં છું તો પણ ભૂખ લાગતી નથી તેવા મિત્રો એ તજ અને અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડે છે. તજ મનને પ્રફુલ્લિત કરે છે. તમામ પ્રકાર ના દોષો ને દૂર કરે છે. તજ નું તેલ પણ ગણું ઉપયોગી છે મિત્રો તમે નહિ જાણતા હોય કે જ્યારે માથાનો દુખાવો હોય તો તજ ના તેલ ની માલિશ કરવાથી દુખાવો ગાયબ થઈ જાય છે.
તેમજ શરદી નો દુખાવો અને સોજા માં પણ રાહત આપે છે. તજ ગાંડા પણું પણ દૂર કરે છે. જે મિત્રો વજન ઓછું કરવા માંગતા હોય તો થોડું પાણી લઈ તેમાં 2 થી 3 ચમચી તજ નો પાવડર નાખી ઉકાળી લેવું તે હૂંફાળું થાય પછી 1 ચમચી મધ નાખી ને સવારે ભૂખ્યા પેટે અને સાંજે પીવાથી વજન ઓછું થાય છે.
મિત્રો,તજ ને રોજ સવાર સાંજ ચાવીને ખાવાથી તોતડા પણુ પણ દૂર થાય છે. તજ પેટના ગેસ ને પણ દૂર કરે છે. તેમજ ભોજન પચવાની ક્રિયા માં પણ મદદ કરે છે. જો મિત્રો તમને સૂકી ખાંસી થઈ હોય કે અવાજ બેસી ગયો હોય તો 4 ચમચી તજ ના પાવડર ને 1 કપ પાણી માં ઉકાળી ને પીવાથી રાહત મળે છે.
તજ થી માથાના વાળ ખરતા પણ બન્ધ થાય છે. ઘણા મિત્રો ને માથાના વાળ નીચે થી બે મોઢા એટલે કે આપણે પંખાયેલા કહીયે છીએ તેના માટે પણ તજ ખુબજ ઉપયોગી છે. જે મિત્રો ને કિડની ની સમસ્યા હોય તેવા મિત્રો નિયમિત સવારે ભૂખ્યા પેટે એક ચમચી તજ નું ચૂર્ણ પાણી સાથે પીવાથી લાભ થાય છે.
તજ એઇડ્સ ની સમસ્યા માં પણ લાભદાયક છે. જે લોકો ને અપચો થતો હોય તેમને તજ ના પાવડર ને સવારે ભૂખ્યા પેટે પાણી સાથે પીવાથી અપચા માંથી મુક્તિ મળે છે. મિત્રો તજ વીર્યવર્ધક પણ છે, જે પુરુષો ને વીર્ય પાતળું હોય તેમને દરરોજ સવાર સાંજ તજ નો ભૂકો દૂધ સાથે પીવાથી વીર્ય ઘટ્ટ બને છે.
મોટે ભાગે બધા લોકો ને કબજિયાત નો પ્રૉબ્લેમ તો હોય જ છે તો તજ, સૂંઠ, એલચી અને જીરું બધાનો ભૂકો કરી નિયમિત સેવન કરવાથી લાભ થાય છે. જે લોકો ને દાંત નો દુખાવો હોય તેમને તજ નો પાવડર અને મધ ભેગું કરી દાંત પર દિવસ માં 3 વાર લગાવાથી દુખાવો ગાયબ થઈ જાય છે.
જો સંતાન વિહોણા ની ખામી હોય તો તે પુરુષે રોજ સૂતી વખતે બે ચમચી તજ નો પાવડર ખાય તો વીર્ય માં વધારો થાય છે. જો સ્ત્રી માં પ્રૉબ્લેમ હોય તો 2 ચમચી તજ નો પાવડર મધ સાથે ભેગું કરી પેઢામાં દિવસ માં 4 થી 5 વાર લગાવવું લગાવ્યા પછી થૂંકવું નહિ ,તે લાળ સાથે ભરાઈ ને શરીર માં જવાથી ગર્ભ ધારણ થઈ શકે છે.
તજ ના ટુકડાને ચાવવાથી મોઢામાં આવતી સ્મેલ અને દાંત ના દુખાવા સામે લાભ થાય છે. તજ નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તજ ના પાવડર ને ઉકાળી તેમાં મધ નાખી ને પીવાથી ત્વચા કોમળ અને ઘડપણ પણ દૂર થાય છે.
મિત્રો તમને મારો આર્ટિકલ ગમ્યો હોય તો તમારા મિત્રો ને share જરૂર કરો.