મિત્રો તમે પણ જાણતા હશો કે દરેક વ્યક્તિ ના ખોરાક માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે તેને પૂરતું પોષણ મળી રહે છે અને કામ કરવામાં પણ સરળતા પ્રાપ્ત થાય છે. દરેક વસ્તુમાંથી અલગ અલગ પોષકતત્વો અને વિટામિન મળી રહે છે
તેમાનું એક છે ઇસબગુલ. તે ઊંઝા નો મુખ્ય પાક ગણવામાં આવે છે. તે સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેવા કે ઓથમી જીરું, ઉમટી જીરું, ઇસપગોળ વગેરે નામથી ઓળખાય છે.
ઇસપગુલ કબજિયાત, ઉનવા, બળતરા, રક્તપિત, અને તૃષા ને દૂર કરે છે. તે મરડાના રોગનું ઉત્તમ ઔષધ ગણવામાં આવે છે. તે કામશક્તિ વધારનાર, મધુર અને ગ્રાહી જોવા મળે છે. તે બધાજ રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે.
ઇસબગુલના ફાયદા:-
એક ગ્લાસ પાણીમાં ઇસબગુલને ઉકારી તે ઠંડુ પડે પછી તેમાં સાકર ભેરવીને પીવાથી રક્તપ્રદર, રક્તાતિસાર અને રક્તપ્રમેહ મટી જાય છે. એક ચમચી ઇસબગુલ અને તેની સાથે સાકર દૂધમાં નાખીને પીવાથી પુરાની કબજિયાત અને આંતરડામાં રહેલો મળ દૂર થાય છે.
ઇસબગુલ ને રાતે પાણીમાં એલચી અને સાકર નાખીને પલાળી પીવાથી ધાતુપુષ્ટિ અને ધાતુવૃદ્ધિ મટે છે. રાતે સૂતી વખતે ઇસબગુલ એક ચમચી, સાકર દૂધમાં નાખી ને તરતજ પીવાથી કબજિયાત, મરડો, ગરમી અને ચાંદા મટી જાય છે.
રાતે એક ચમચી ઇસબગુલ ને પાણીમાં પલાળી મસરીને તેમાં બદામ નું તેલ અને સાકર નાખીને પીવાથી પેટની શુદ્ધિ થાય છે. બહુમૂત્રતામાં ઇસબગુલ ને સવાર, બપોર અને સાંજ ફાકવાથી ફાયદો થાય છે. ઇસબગુલ ને પાણી માં પલાળી મસરીને સવારે તેમાં સાકર મિક્સ કરીને પીવાથી ગરમી, મસા , કબજિયાત, બળતરા વગેરે દૂર થાય છે.
એક ચમચી ઇસબગુલ ને સાકર સાથે ચાવીને ઉપર નવશેકું દૂધ પીવાથી આંતરડાની ગરમી દૂર થાય છે અને તેમાં ચોંટેલો મલ પણ નીકળી જાય છે એવું 1 મહિના સુધી કરવાથી આરામ મળે છે. કાયમ માટેનો રોગ દૂર થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.