આયુર્વેદ

ગુલાબજળનો ઉપયોગ કરીને દૂર કરો તમારી આટલી બીમારીઓ.

મિત્રો, ફૂલો ની મહેક કોણે ના ગમે , બગીચો હોય ત્યાં ગુલાબ ના ફૂલ ની સુગંધ આવતી હોય તો મજા આવે. મિત્રો ગુલાબ ની ગણી વસ્તુ બનતી હોય છે, જેમકે ગુલાબ માંથી બનતું ગુલાબજળ બહું જ ઉપયોગી હોય છે, ગુલાબજળ ને ગુલાબ ના ફૂલો ની પાંખડીઓ માંથી બનાવમાં આવે છે.

ગુલાબજળ આપના શરીર માં ખૂબ જ ઠંડક આપે છે. ગુલાબજળ જુદા જુદા રંગ ના ગુલાબ ના ફૂલ માંથી બનાવવામાં આવે છે. ગુલાબજળ નો ઉનાળાની ઋતુ માં વિશેષ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ભારતમાં ગુલાબજળ નો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

ગુલાબજળ નો ઉપયોગ ત્વચા માટે, વાળ માટે, ધાર્મિક કાર્ય માટે કરવામાં આવે છે. મોટાભાગે છોકરીઓ શિયાળાની ઋતુમાં ત્વચાને કોમળ રાખવા, સૂકી ત્વચા ના થાય તેના માટે ગુલાબજળ સાથે ગ્લિસરીન ભેગું કરીને લગાવતી હોય છે.

કોમળ ત્વચા માટે ગુલાબજળ એ ઔષધી પાણી છે. ગુલાબ માં એન્ટી ઓક્સિડેન્ટ નામનું તત્વ હોય છે જે ત્વચાને રક્ષણ આપે છે અને ડલ થઈ ગયેલી ત્વચા માં નિખાર લાવે છે. ગુલાબજળ ત્વચા માટે ખુબજ લાભદાયક છે.

મિત્રો ઉનાળાની ઋતુ હોય અને ગરમીમાં બહાર ગયા હોય તો ગુલાબજળ લગાવીને જાઓ ઠંડક નો અહેસાસ થશે. વધારે તાપ ની તમારા ઉપર કંઈજ અસર થશે નહી. મિત્રો જો તમે કોઈ ગરમીમાં બજાર કે નોકરી જઈને આવો ત્યારે સતત માથું દુખતું હોય તો ઠંડુ ગુલાબજળ લઈને તેમાં કપડું પલાળીને 30 મિનિટ સુધી માથા પર મૂકીને સુઈ જાઓ માથાનો દુખાવો ગાયબ થઈ જશે.

અમુક લોકો ને આંખ ના નીચે કાળા દાગ હોય છે, તેવા મિત્રો એ ટેન્શન લેવાની જરૂર નથી ગુલાબજળ માં રૂ ને પલાળી દરરોજ આંખ ઉપર 20 મિનિટ સુધી મુકો દાગ દૂર થઈ જશે.અમુક લોકો ને રાત્રે ઊંઘ આવતી નથી તેવા મિત્રો એ દરરોજ રાતે ગુલાબજળ ના 2 થી 3 ટીપા આંખમાં નાખી ને સુઈ જવાથી જલ્દી ઊંઘ આવી જશે, તેમજ આંખો ની રોશની વધશે.

તેમજ મિત્રો ખીલ ના દાગ હોય તો ગુલાબજળ દરરોજ મોઢા પર લગાવો દાગ દૂર થઈ જશે. ગુલાબજળ ના એન્ટીબેક્ટેરિયલ ફાયદાઓ ગણા છે, જ્યારે ઘા પર ડ્રેસિંગ કરવામાં આવે છે ત્યારે ઘા ને મટાડે છે અને જંતુઓ થી શુધ્ધ કરે છે. મિત્રો છોકરીઓ માટે ગુલાબજળ નો મહત્વનો ફાયદો એ છે કે વાળ ના ઝડપી વિકાસ ને ટેકો આપે છે.

ગુલાબજળ એ વ્યક્તિની ત્વચામાં આરોગ્ય અને સુંદરતા ને જોડે છે. ખાસ કરીને છોકરીઓ ગુલાબજળ નો ઉપયોગ મેકઅપ કર્યા પછી તેને સાફ કરવા માટે ગુલાબજળ નો ઉપયોગ કરતી હોય છે. ગુલાબજળ એ મેકઅપ રિમુવર તરીકે વપરાય છે. તેનાથી કોઈપણ જાતનું નુકસાન થતું નથી.

ત્વચા પર સોજો આવ્યો હોય તો ગુલાબજળ લગાવવાથી થી લાભ થાય છે. ગુલાબજળ ખરજવું, ખંજવાળ, ત્વચાકોપ, લાલાશ વગેરે સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. ગુલાબજળ ગળા ના દુખાવામાં પણ રાહત આપે છે.

ગુલાબજળ માં ઘણા પ્રકારના ઔષધીય ગુણો હોય છે, કાન માં દુખાવો થાય તો ગુલાબજલના 2 થી 3 ટીપા નાખો દુખાવો મટી જશે. મોટા ભાગે ગુલાબજળ નો ઉપયોગ મિઠ્ઠાઇ બનાવવામાં થાય છે. મિઠ્ઠાઇ માં નાખવાથી સ્વાદ અને સુગન્ધ વધી જાય છે.

ઉનાળામાં લસ્સી અને આઈસ્ક્રીમાં પણ ગુલાબજળ નો ખુબ જ ઉપયોગ થાય છે. ગુલાબજળ માં લીંબુનો રસ મિક્સ કરી ત્વચા પર લગાવવાથી તૈલીપણું દૂર થાય છે અને ત્વચા પર નિખાર આવે છે. ph સ્તર ને જાળવી રાખવા ગુલાબજળ એ સૌથી શ્રેષ્ટ છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *