સ્વસ્થ હોય કે બીમાર દરેક લોકો તેનો ઉપયોગ કરી શકે છે. તેનો રસ કોઈપણ બીમાર વ્યક્તિ ને માત્ર માસબી દ્રારા પણ ટકાવી શકાય છે. તે દેખાવે લીંબુ કરતા મોટી અને સ્વાદે સંતરા જેવી હોય છે. તે ફાઇબર યુક્ત હોવાથી સ્કિન અને વાળ માટે ખુબજ ફાયદાકારક છે. શરીરમાં ધાતુનું પ્રમાણ વધારે છે જેના કારણે લોહીને શુદ્ધ કરે છે.
તેનાથી ભૂખ લાગવી,શરીરમાં ઠંડક અને બધાજ રોગોમાં ફાયદો કરનારો છે. ઉનાળામાં મોસંબી ખાવાથી નાના બાળકોની ભૂખમાં વધારો થાય છે અને રંગમાં પણ ફેરફાર થાય છે. નિયમિત મોસંબી ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. તેમાં ચરબી,કાર્બોહાઇડ્રેટ, પાણી વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ અને ઇ આવેલા હોય છે.
ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરમાં ઠંડક કરવા માટે મોસંબી ખૂબ ફાયદો કરે છે. તેમાંથી પૂરતા પ્રમાણમાં વિટામીન અને શરીર માટે જરૂરી દ્રવ્યો મળી રહે છે. તે શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
મોસંબી ખાવાંના ફાયદા:-
મોસંબી માં રહેલું વિટામિન સી દાંત અને પેઢા ને સુરક્ષીત રાખવામાં ખૂબ ફાયદો કરે છે. તે હાર્ટએટેક ને રોકે છે કારણકે રક્તવાહીની માં રહેલો કોલેસ્ટેરોલ ને ઓછું કરે છે. જેના કારણે લોહીનુ પરિભ્રમણ સારી રીતે થાય છે. શરીર માં જોવા મળતી પાણી ની ઉણપને દૂર કરે છે અને તેની ખામી ને નાબૂદ કરે છે.
જે મહિલાઓ ને ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી ની સમસ્યા હોય છે તેમને મોસંબી,અનાનસ નું જ્યુસ પીવાથી ઉલટી બંધ થાય છે અને પૌષ્ટિક આહાર લઇ શકાય છે. જો કામ કરતી વખતે થાક લાગતો હોય તો મોસંબી નું સેવન કરવાથી થાક ની સમસ્યામાંથી છુટકારો મળે છે.
ટાઇફોઇડ ના દર્દીને ખોરાક આપવામાં આવતો નથી ત્યારે મોસંબીનો રસ ખૂબ ફાયદો કરે છે. તેનાથી શારીરિક ક્ષીણતાં દૂર થાય છે. તેમાં એન્ટીબેટરીઅલ ની ગુણ હોવાથી રોગપ્રતિકારક શકિત માં વધારો થાય છે. લાંબા સમયની બીમારીમાં રાહત મેળવવા માટે મોસંબી નો રસ ફાયદો કરે છે તથા આંતરડા રહેલા કિટાણું નો નાશ કરે છે.
ચામડી પર જોવા મળતા ખરજવું,ખીલ,ડાર્ક સર્કલ તથા અન્ય સ્કિન ને લગતી તમામ બીમારીમાં મોસંબી નો રસ ફાયદો કરે છે. મોસંબી ખાવાથી ખોડો દૂર થાય છે તથા હોઠની કાળાશ દૂર થાય છે અને ચહેરા માં નિખાર આવે છે. તેનો રસ કબજિયાત ને દૂર કરે છે અને ખીલ પણ મટે છે.
યુવાનીમાં ખીલની સમસ્યા વધુ હોવાથી મોસંબી નો રસ પીવાથી બધીજ સમસ્યા માંથી છુટકારો મળે છે. જે લોકોને એનીમિયા થયો હોય તેવા લોકો એ દિવસ માં 2 વાર રસ પીવાથી લોહીમાં સુધારો આવે છે. જો જુકામની સમસ્યા હોય તો મોસંબી ના રસ ને ગરમ કરી તેમાં આદુ ભેરવીને પીવાથી જુકામ દૂર થાય છે.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…