શું તમે લજામણી જોઈ છે? શુ તમે તેના ફાયદા વિશે જાણો છો?

લજામણીને શરમીલી, લાજવંતી, sensitive plant અથવા રિસામણી તરીકે ઓળખવામાં આવે છે. તેના છોડ બારેમાસ જોવા મળે છે. તે શિયાળાની ઋતુ માં જોવા મળે છે. તે ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. તે જમીન પર પથરાતા વેલા જેવા છોડ સ્વરૂપે જોવા મળે છે. તેના પાનને સહેજ સ્પર્શ કરતા બીડાઈ જાય છે જેથી શરમીલી કહેવાય છે. તેના છોડ ઉપર બારીક કાંટા જોવા મળે છે. તેના ફૂલ ગુલાબી રંગના અને શીંગો લાંબી અને ચપટી હોય છે. તેના મૂળ લાંબા હોય છે જે ઔષધીમાં ઉપયોગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

લજામણી છોડ ના ઉપચારો

લજામણી ના મૂળ રક્તવાહિનીઓનો સંકોચ કરાવીને રક્તસ્ત્રાવ બંધ કવાનું કામ કરે છે. તે કડવી, શીતર, તૂરી, કફપિત્તહર, રક્ત અને પીત્ત આમ બન્ને વિકારોમાં ઉપયોગી છે. તથા તે પિત્ત ના અતિસાર ને મટાડનાર છે. મોટા આંતરડાંમાં પડતા ચાંદા ને દૂર કરવા ખુબજ ઉપયોગી છે. તથા યોનીરોગો ને દૂર કરનાર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગર્ભાશય ને લગતી કોઈ પણ બીમારી કે ગર્ભાશય ખસી ગયું હોય તો લજામણી નું મૂળ ઘસીને લગાવવાથી ફાયદો થાય છે. ઝાડા સાથે લોહી પડતું હોય તો મૂળ પાણીમાં ઘસીને અથવા વાલ ના દાણા જેટલું દૂધ અથવા છાસ સાથે પીવાથી રક્તસ્તાવ બંધ થાય છે. લજામણી નો તૂરો શીતર રસ પિત્તનાશક હોવાથી આ રોગ માં ખુબજ ફાયદો કરે છે. વ્રણ ઘા ઉપર તેના પાન વાટી લગાવવાથી વ્રણ જલ્દીથી માટી જાય છે.

લજામણી ની ડાળના નાના ટુકડા કરી ગળામાં પહેરવાથી ઉધરસ મટી જાય છે. તથા તેના મૂળ ને મધ સાથે ચાવવાથી પણ ઉધરસ માટી જાય છે. તેના પાંદડાં નું ચૂર્ણ બનાવી એક ચમચી પાણી સાથે લેવાથી હરસ મસા માટી જાય છે. લજામણી ના ૧૦૦ ગ્રામ પાન લઇ ૨૫૦ ગ્રામ પાણી માં ઉકારો બનાવી પીવાથી ડાયાબિટીસ ધીમે ધીમે મટે છે. લજામણી અને અશ્વગંધા ના મૂળ નો પાઉડર લઇ ગાંઠ ઉપર લગાવવાથી ઓગળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લજામણીના પાઉડર ને દહીં સાથે લેવાથી ઝાડા બંધ થઈ જાય છે. તેના પાનનો રસ સ્કિન માટે અકસીર ઉપાય છે. લજામણી ના છોડ ના બધાજ અંગો જેવા કે ડાયાબિટીસ, સ્કિન, ઉધરસ, ગળું વગેરે માં તેનો ઉપયોગ થાય છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment