આજકાલ લોકો ખાવા-પીવાથી બેધ્યાન હોય છે. શું ખાવું અને શું ના ખાવું તે બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. સવારે ભોજન માં શુ જમવું અને રાતે શુ ન ખાવું તે જરૂરી છે. ભોજનમાં સવારે દાળ-ભાત રોટલી,શાક અને સલાટ વગેરે ખાવું જોઈએ અને રાતે હલકો ખોરાક ખાવો બને તો જમ્યા પછી ચાલવું જોઈએ. આમ કરવાથી પાચનની ક્રિયા સરળ બને છે અને વિવિધ રોગોથી બચી શકાય છે.
ઋતુઓના કારણે પણ શરીરની પાચન ક્રિયા પર અસર થાય છે જેના કારણે ખોરાક પચાવવામાં મુશ્કેલી પડતી હોય છે. બજારનું ખાવાનું અને ફાસ્ટફૂડ નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જેમ બને તેમ હલકો ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ અને શરીર ને પૂરતી કસરત આપવી જોઈએ. પાચનને સરળ બનાવવા ડાયત પ્લાન બનાવવો જોઇએ.
બનાવો પાચનની ક્રિયાને સરળ:-
લીંબુના રસમાં આદુ અને મીઠુ મિક્સ કરીને ખાવાથી પાચન સરળ બને છે. ભોજન સમયે આદુ,દ્રાક્ષ,મીઠું,
મરચું અને આમલી ની ચટણી બનાવી ખાવાથી પાચન સરળ બને છે તથા તેની સાથે ખજૂરની ચટણી ખાવાથી પણ ખુબજ લાભદાયક નીવડે છે. જમ્યા પછી પાકી સોપારી ખાવાથી પાચન ઝડપથી થાય છે. ભોજન બાદ મુખવાસ માં શેકેલી વરિયાળી માં મીઠું અને લીંબુનો રસ નાખી ખાવાથી મુખ સાફ થાય છે અને મુખશુદ્ધિ પણ થાય છે.
લીંબુના રસ માં ખાંડ નાખી તેમાં જીરું,મરી નો પાઉડર નાખી પીવાથી લાભ થાય છે. તેનાથી ભૂખ લાગે છે અને ખોરાક નું પાચન થાય છે. બગડી ગયેલી પાચનની ક્રિયા ને સુધારવા માટે સફરજનને અંગારમાં શેકીને ખાવાથી પાચન ક્રિયા સુધરે છે. તાજા ફુદીના ના પાન, મરી,હિંગ,સિંધવ,કાલી જીરી અને દ્રાક્ષ નાખીને ચટણી બનાવી ખાવાથી ખુબજ લાભ થાય છે.
ભોજન બાદ અપચો,કબજિયાત, પેટમાં ચૂંક,ખાટા ઓળકાળ, ઉલટી,ઉબકા,વાયુ ,મોળ,પચ્યા વગરના ઝાડા વગેરે માટે એક ચમચી મેથી અને ચમચી સુવાને ચાવીને ખાવાથી પાચનની ક્રિયા સરળ બને છે. દિવેલ,મધ અને આદુ ના રસ ને અઠવાડિયા સુધી લેવાથી પાચન ક્રિયા સરળ અને અપચો માટે છે.
પાચનની ક્રિયા સરળ બનાવવા ખોરાક ચાવીને ખાવો જોઈએ. ખોરાક માં ફાઇબર મળે તેનો સમાવેશ કરવો જોઈએ. જે મોટા ભાગે ફળો,શાકભાજી વગેરેમાંથી મેળવવામાં આવે છે. પાચનની ક્રિયા ને સરળ બનાવવા માટે પાણી નો વધુ પડતો ઉપયોગ કરવો જોઇએ. પાચનની ક્રિયાને સરળ બનાવવા તણાવ થી દુર રહેવું જોઈએ. આમ વિવિધ ઉપાયો દ્વારા પાચન ની ક્રિયા સરળ બનવી શકાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોયતો તમારા મિત્રો તથા પરીવારજનો માં અવાહય share કરો.