🔶 મખાના એ એવા પોપકોર્ન છે જ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. પાણીમાં અને તળાવમાં ઉગતા આ મખાના પૂજામાં ભગવાન ને પણ ચડવામાં આવે છે. પૂજા દરમિયાન ભગવાન ને ધરાવતા પ્રસાદમાં પણ મખાના ની ખીર બનાવી શકાય છે. તેમાં ટ્રાન્સફેટ બિલકુલ નથી. વળી પેટમાં પણ ખૂબ હળવા લાગે છે માટે બપોરે લાગતી ભૂખમાં મમરા અથવા ખાખરા અને તળેલા નાસ્તાની જગ્યાએ એક કપ મખાના ખાવા હિતાવહ છે
🔶🔷 મખાના ના ગુણો 🔶🔷
⚫ સોજા દૂર કરવામાં મદદગાર
🔸 તેમાં ફેલવનાઇડ ભરપૂર હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. તે શરીર ને હૃદય રોગોથી દૂર રાખી સોજા ઓછા કરવાનું કામ કરે છે. તે એન્ટીબેક્ટેરિયલ પણ છે, જે હેલ્ધી રહેવા માં મદદ રૂપ છે.
⚫ એજિંગ ને દૂર રાખે છે
🔸 તેમાં આવેલા ફ્લેવનોઈડ શરીરમાં એજિંગ થતું ઓછું કરે છે. તે ફ્રી રેડીકલ્સને દૂર કરી એજિંગ પ્રોસેસ ને ધીમી કરે છે. મખાના ખાવાથી રીંકલ્સ , ફાઈન લાઇન્સ , વગેરે ઓછા થાય છે. વળી વાળ ધોળા થતા પણ અટકાવે છે.
⚫ બરોળને મજબૂત કરે છે
🔸 બરોળ શરીર માં રેડસેલ્સ ને મોનીટર કરવાનું કામ કરે છે, જે મખાના ને કારણે મજબૂત થાય છે.
⚫ બ્લડપ્રેશર ને મેઇન્ટેઇન કરે છે
🔸 મખાના માં પોટેશિયમ વધુ પ્રમાણમાં છે, પરંતુ સોડિયામનું પ્રમાણ ઓછું છે માટે બ્લડપ્રેશર ના પેશન્ટ માટે ફાયદાકારક છે.
⚫ કેલ્શિયમ થી ભરપૂર છે
🔸 મખાના માં કેલ્શિયમ વધારે પ્રમાણમાં છે . જેના કારણે દાંત સારા થાય છે. અને હાટકા મજબૂત થાય છે. જોઈન્ટ પ્રોબ્લેમ અને ostioporoshis માં પણ મદદરૂપ છે.
⚫ વજન ઉતારવા માં પણ મદદરૂપ છે મખાના
🔸 દરેક વ્યક્તિ નું વજન લગભગ બપોર ના સમય માં આચારકૂચર ખાવાથી વધી જાય છે. ખાસ કરીને એ સમયે જ ડબ્બા ખુલે છે અને ખોટું ખાવાનું ખવાઈ જાય છે . આવા સમયે જો મખાના એક વાટકી ખાઈ લેવાય જે ઘરે એકદમ ઓછા તેલ માં બનાવેલા હોય તો ખુબજ ફાયદાકારક છે.
⚫ ડાયાબિટીસ ના દર્દી માટે
🔸 ડાયાબિટીસ ના દર્દીઓ માટે મખાના એ હેલ્ધી નાસ્તો કહેવાય છે કારણકે તેમાં સુગર નથી તેથી તે શરીર માં સુગર નું પ્રમાણ મેઇન્ટેઇન કરે છે. ઉપરાંત તેના કારણે વારંવાર લાગતી ભૂખને દૂર રાખી શરીર ને ખુબજ ફાયદો થાય છે.
🔶🔷 ખાસ નોંધ 🔷🔶
આ આર્ટિકલ તમને સારો લાગ્યો હોય તો બધું માં બધું બધા મિત્રો સાથે share કરો અને બધા મિત્રો ને પણ whatsapp માં પણ share કરો.