લીલા અંજીર ખાવાના અદભૂત ફાયદા. આજ સુધી તમેં ક્યાંય પણ ના જાણ્યા હોય લીલા અંજીર ના ફાયદા.

પરિચય

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અંજીર અતિ પ્રાચીન કાળથી જાણીતું ફળ છે અને તે ખૂબ વ્યાપારી મૂલ્ય ધરાવે છે. ખ્રિસ્તી ધર્મગ્રન્થ બાઇબલ માં પણ અંજીર નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે. અંજીર ની ખેતી આપના દેશ માં કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ કર્ણાટક માં થાય છે. પાકેલું લીલું અંજીર ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને રસથી ભરપૂર હોય છે

ગુણધર્મ

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

લીલા અંજીર વધુ પોષ્ટિક હોય છે. તે કબજિયાત દૂર કરે છે. લીલા અંજીર ના રસમાં રહેલું લોહ સુપાચ્ય હોવાથી શરીરમાં સંપૂર્ણપણે પચી જાય છે. અંજીર ઠંડુ, મધુર, પિત્તવિકાર, લોહી વિકાર અને વાયુ વિકારનો નાશ કરનારા છે. અને તે શક્તિ અને વીર્ય વર્ધક પણ છે.

અંજીર માં રહેલા પોષણતત્ત્વો વિષે જાણકારી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પાણી   –  80.8 %        ચરબી  –  0.2 %   પ્રોટીન  –  3.5 %           રેસા  –  2.3 %       કાર્બોદિત પદાર્થ –  18.7 %               ક્ષારો  –  0.7 %      કેલ્સિયમ –  0.06 %      ફોસ્ફરસ  –  0.03 %       લોહ –  1.2 મી. ગ્રામ / 100 ગ્રામ

મિત્રો હવે જાણીએ અંજીર નો ઉપયોગ કેવી રીતે કરવો કેમ કે જેમ તેમ અંજીર ખાવાથી કોઈ લાભ થતો નથી. જો અંજીર નો લાભ મેળવવો હોય તો તેની ખાવાની વિધિ વિશે જાણકારી હોવી જોઈએ .

ઉપયોગ

લીલા અંજીર નો રસ કાઢી શકાય અથવા તેમને ચાવીને પણ ખાઈ શકાય. અને લીલા અંજીર ને સલાટ તરીકે પણ લઈ શકાય છે. લીલા અંજીર ઉપલબ્ધ ના હોય તો સૂકા અંજીર પણ ખાઈ શકાય છે. સૂકા અંજીર ને રાત્રે પલાળી રાખવા અને તે સુંવાળા અને નરમ થાય અને રે અંજીર પાણીમાં ફૂલી જાય ત્યારે તેને ખાવા. અને રોજ રાતે 2 અંજીર દૂધ માં પલાળી દેવા અને તે અંજીર ને 12 કલાક સુધી પલાળવા તેથી અંજીર આપણે 100 % Reault આપે અને સવારે ઉઠીને તે દૂધને ઉકાળી પીવું અને અંજીર ને સારી રીતે ચાવી ખાવા. આમ તેનો ઉપયોગ કરી શકાય છે.

લાભ

લીલા અંજીર મૂત્રલ હોય છે તેના ઉપયોગ થી મૂત્ર ને લગતી સમસ્યા દૂર થાય છે.

લીલા અંજીર આપના આંતરડા પણ મજબૂત બનાવે છે.લીલા અંજીર શારીરિક નબળાઈ પણ દૂર કરે છે.

જો આપણને સૂકી ખાંસી કે કફ થયો હોય તો તેમાં લીલા અને સૂકા અંજીર ખાઇએ તો સારો ફાયદો થાય છે.

નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે અંજીર ખુબજ લાભદાયક છે. તેના થી શકિત નો વધારો થાય છે અને બાળક ને જરૂર પોષણ તત્વો મડી રહે છે.

કોઈ પણ વ્યક્તિ ને લોહી ઓછું હોય તો તે અંજીર ખાય તો તેને લોહી ની કમીમાં લોહીની પૂરતી થાય છે.

અંજીર કોઈ વ્યક્તિ ને શારીરિક કમી હોય તો તે લોકો રાત્રે 2 અંજીર દૂધ સાથે  પલાળી વહેલી સવારે તે દૂધને અંજીર સાથે ઉકાળી ખાંડ નાખ્યા વગર પીવાથી સારો ફાયદો થાય છે.

તો મિત્રો આ આર્ટિકલ તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો તમારા બીજા મિત્રો સાથે પણ Share કરો અને Follow કરો.

Leave a Comment