દહીંમાં મિક્ષ કરીને ખાઈ લ્યો આ 7 વસ્તુઓ, પછી આજીવન નહી ચઢવા પડે દવાખાનાના પગથિયાં…
દોસ્તો દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે દહીં પોષક તત્વોનો ભંડાર છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન જેવા તત્વો મળી આવે છે, દહીંનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે,
પાચનની તંદુરસ્તી સુધરે છે. આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં પણ રાહત મળે છે પરંતુ શું તમે જાણો છો કે એવી ઘણી વસ્તુઓ પણ છે, જેને જો દહીંમાં મિક્સ કરીને ખાવામાં આવે તો તેનાથી દહીંની ગુણવત્તામાં પણ વધારો થાય છે.
હા, જો તમે આ વસ્તુઓને દહીંમાં ભેળવીને ખાઓ છો તો ઘણી બીમારીઓથી બચી શકાય છે. તો ચાલો જાણીએ દહીં સાથે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
દહીં અને ગોળ :- ગોળ સાથે દહીંનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે ગોળ ઔષધીય ગુણોથી ભરપૂર છે. ગોળ સાથે દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ તે એસિડિટી, અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર કરે છે.
દહીં અને શેકેલું જીરું :- શેકેલું જીરું દહીંમાં ભેળવીને ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે. હા, જો તમે આ મિશ્રણનું સેવન કરો છો તો તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
દહીં અને કિસમિસ :- કિસમિસ સાથે દહીંનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે કિસમિસમાં આયર્ન, પોટેશિયમ, ફાઈબર જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કિસમિસ સાથે દહીં મિક્સ કરીને ખાવાથી એનિમિયા મટે છે અને શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.
દહીં અને ડુંગળી :- દહીંમાં ડુંગળી ભેળવીને ખાવી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ મિશ્રણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને પાચન સંબંધી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
દહીં અને મધ :- મધ સાથે દહીં ભેળવીને ખાવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હા, આ મિશ્રણનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.આ ઉપરાંત, તેનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
દહીં અને સૂકા ફળો :- દહીંમાં ડ્રાયફ્રૂટ્સ ભેળવીને સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારણ કે ડ્રાય ફ્રૂટ્સ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે, કાજુ, બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સને દહીંમાં ભેળવીને ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.
દહીં અને કાળા મરી :- કાળી મરી મિક્સ કરીને દહીં ખાવાથી પણ ફાયદો થાય છે. કાળા મરી અને થોડું મીઠું ભેળવી દહીં ખાવાથી વજન ઓછું થાય છે. આ સાથે અનેક રોગોથી પણ રક્ષણ મળે છે.