આ રીતે ઘરે લીંબુ પાણી બનાવીને પી લેશો તો 2થી 3 અઠવાડિયામાં 5 કિલો વજન થઈ જશે ઓછું, કસરતની પણ નહીં પડે જરૂર…
દોસ્તો સામાન્ય રીતે વજનમાં વધારો થવો એક ખરાબ સમસ્યા છે. જો કોઈ વ્યક્તિ એનો શિકાર બની જાય છે તો તેને ઘણી મહેનત કર્યા પછી પણ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી. જોકે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે.
આવી જ એક વસ્તુ લીંબુ પાણી છે, જેનું સેવન તમે આ જ પહેલા ઘણી વખત કર્યું હશે. જોકે આજે અમે તમને લીંબુ પાણીનું વિશેષ રીતે સેવન કરવાથી કઈ રીતે વજન ઓછું કરી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ લીંબુ પાણીનું સેવન કરીને તમે બે થી ત્રણ અઠવાડિયામાં ચારથી પાંચ કિલો વજન ઓછું કરી શકો છો. વળી આ લીંબુ પાણીનું સેવન વજન ઓછું કરવાની સાથે સાથે અન્ય ઘણા બધા લાભ પણ આપી શકે છે,
જેનાથી તમારા શરીરનો બધો જ કચરો બહાર નીકળી જાય છે અને પાચન શક્તિમાં સુધારો થાય છે. વળી તેનાથી તમારી ત્વચા પણ ચમકદાર બની જાય છે અને વિવિધ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે. તો ચાલો આપણે સૌથી પહેલા જાણીએ કે આ લીંબુ પાણી બનાવવું કઈ રીતે જોઈએ.
હવે તમને જણાવી દઈએ કે તમારે લીંબુ પાણી બનાવવા માટે સૌથી પહેલા ત્રણ તાજા લીંબુ ની જરૂર પડશે. આ લીંબુ ને સારી રીતે સાફ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે લીંબુ ને સાફ કરવાથી તેના પર જામી ગયેલા ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે અને તમને પોષક તત્વો મળી રહે છે.
આ તમારે એક બાઉલ લેવાનું રહેશે. જેમાં અડધા પાણીથી ભરી દેવાનું રહેશે. ત્યારબાદ તેમાં ત્રણ ચમચી સફેદ વિનેગર ઉમેરી દેવાનું રહેશે. હવે તેમાં લીંબુ નાખીને બરાબર જોઈ લેવાના છે. તમે સાદા પાણીથી પણ લીંબુ ને જોઈ શકો છો પરંતુ તમે જ્યારે ઉપરોક્ત રીતથી લીંબુ ને ધોશો તો તમને વધારે લાભ થશે.
હવે આ ધોયેલા લીંબુ ને ચપ્પાની મદદથી કાપી લેવાના છે અને તેનો રસ કાઢી લેવાનો છે. હવે તમારે જે લીંબુનો રસ કાઢ્યો હોય તેનો ઉપયોગ કરવાનો નથી પરંતુ તેની જગ્યાએ તમારે જે લીંબુના રસ કાઢેલા છાલા વધ્યા હોય તેનો ઉપયોગ કરવાનો રહેશે.
ત્યારબાદ તમારી સૌથી પહેલા એક નોનસ્ટિક પેન લઈને તેમાં એક લીટર જેટલું પાણી નાખીને ગરમ કરી લેવું જોઈએ. જ્યારે આ પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં લીંબુના છાલા ઉમેરી દેવા જોઈએ અને તેને ગરમ કરી દેવા જોઈએ.
તમને જણાવી દઈએ કે લીંબુના છાલામાં વિટામીન સી, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો મળી આવે છે જે તમારા શરીર માટે ખૂબ જ મદદગાર છે.
હવે જ્યારે આ પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેમાં અડધી ચમચી સિંધવ મીઠું ઉમેરી દેવું જોઈએ અને બરાબર તેને હલાવી લેવું જોઈએ. હવે તમારે આ જે તૈયાર મિશ્રણ થાય તેને એક ડબ્બામાં ગરણીની મદદથી ફિલ્ટર કરીને ભરી દેવું જોઈએ અને જ્યારે તે ઠંડું પડે ત્યારે તેનું સેવન કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે આ લીંબુ પાણી ને તમારે ફ્રીજમાં મૂકવું જોઈએ નહીં. જો તમે ભોજન કરતા પહેલા આ લીંબુ પાણીનું સેવન કરો છો તો તમને સારા લાભ થાય છે. જો તમે બે થી ત્રણ અઠવાડિયા સુધી સતત આ ઉપાય કરશો તો તમારું વજન આપો આપ ઘણા કિલો ઓછું થઈ જશે.