જો ફળ અને શાકભાજીના બીજ પર લાખો રૂપિયાની દવાની જેમ કરે છે કામ, જટિલ બીમારીઓ પણ રહે છે દૂર.

દોસ્તો ફળો અને શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. કારણ કે ફળો અને શાકભાજી બંને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે પરંતુ શું તમે જાણો છો, કેટલાક એવા ફળ અને શાકભાજી છે, જેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હા આપણે ઘણીવાર ફળો અને શાકભાજીના બીજને કચરા તરીકે ફેંકી દઈએ છીએ. પરંતુ તે બીજનું સેવન કરવાથી અનેક રોગો દૂર થાય છે. કારણ કે ફળ અને શાકભાજીના બીજ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

ફળો અને શાકભાજીના બીજમાં ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, પ્રોટીન અને વિટામિન્સ જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા આપે છે. તો ચાલો આપણે જાણીએ કે ફળ અને શાકભાજીના કયા બીજ ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તરબૂચના બીજ – ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવાનું કોને ન ગમે, પરંતુ શું તમે જાણો છો કે તરબૂચની સાથે તરબૂચના બીજ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. હા, કારણ કે તરબૂચના બીજમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન જેવા તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. તરબૂચના બીજનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, સાથે જ પાચનશક્તિ પણ મજબૂત બને છે.

કોળાં ના બીજ – કોળા તો સ્વાસ્થ્ય માટે લાભદાયી છે પંરતુ તેની સાથે સાથે કોળાના બીજનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. કોળાના બીજનું સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે. તેમજ કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ પણ ઓછું થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પપૈયાના બીજ – પપૈયા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પપૈયાની સાથે પપૈયાના બીજ પણ સ્વાસ્થ્યને લાભ આપે છે. પપૈયાના બીજનું સેવન કરવાથી પેટ સંબંધિત રોગો દૂર થાય છે. તેમજ વજન પણ નિયંત્રણમાં રહે છે.

ફણસ ના બીજ – ફણસનું શાક જેટલું સ્વાદિષ્ટ લાગે છે, તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. કારણ કે ફણસના બીજમાં વિટામિન સી, પોટેશિયમ, વિટામિન એ જેવા તત્વો મળી આવે છે. તેથી તેનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પાચન સુધારે છે. આ સાથે તે એનિમિયાના રોગને દૂર કરવામાં પણ મદદ કરે છે.

દ્રાક્ષના બીજ – દ્રાક્ષની સાથે દ્રાક્ષના બીજનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે દ્રાક્ષના બીજમાં વિટામિન ઈ સારી માત્રામાં જોવા મળે છે. તેથી, જો તમે દ્રાક્ષના બીજનું સેવન કરો છો, તો તે ત્વચાને સ્વસ્થ રાખે છે. આ સાથે દ્રાક્ષના બીજનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

Leave a Comment