આયુર્વેદ દુનિયા

જૂનામાં જૂનો માથાનો ખોડો માત્ર 5 દિવસમાં દૂર કતી દેશે આ નાનકડો ઉપાય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને ખોડો એટલે કે, ડેન્ડ્રફ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે ડેન્ડ્રફ ને દુર કરવા માટે અનેક પ્રકારના અવનવા સાબુ અને શેમ્પૂ નો ઉપયોગ કરી રહ્યા છીએ. પરંતુ આ બધું આપણા શરીરને ખૂબ જ નડતરરૂપ થાય છે.

આ બધા કેમિકલ યુક્ત પદાર્થો આપણા વાળને નબળા પાડી શકે છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને ખોડો થવાના કેટલાક કારણો જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિઓને વાળને લગતી સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાળની સુંદરતા વધારવા માટે આજકાલનો યુવાનો લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.

મિત્રો જે લોકો સંતુલિત ભોજન નથી કરતા. જે લોકો સાદો ખોરાક નથી લેતા. અને જે લોકો તીખું-તળેલું ખાવાના શોખીન છે. એવા લોકોને ડેન્ડ્રફ એટલે કે ખોડો થવાની શક્યતા વધુ રહે છે.

મિત્રો જે લોકોને કાયમી કબજિયાતની તકલીફ રહેતી હોય તેવા લોકોને પણ ખોડો થવાની શક્યતા વધુ રહેલી હોય છે. મિત્રો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે જે લોકો વારંવાર બીમાર પડી જાય છે તેવા લોકોને પણ અકાળે વાળ ખરવા લાગે છે અને આવા લોકોને પણ ડેન્ડ્રફ થવાની શક્યતા વધુ રહેલી હોય છે.

મિત્રો જે લોકોના શરીરમાં ઝીંક ની કમી હોય છે અથવા તો જે લોકોના શરીરમાં ઝીંક ની માત્રા ખૂબ જ ઓછી હોય છે એવા લોકોને પણ ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય છે.

મિત્રો કેમિકલયુક્ત સાબુ વાપરવાથી વારંવાર શેમ્પૂ બદલવાથી અથવા તો નિયમિતરૂપે કેમિકલયુક્ત શેમ્પૂ વાપરવાથી ખોડાની સમસ્યા થઈ શકે છે. તેથી મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વધુ માત્રામાં કેમિકલયુક્ત સાબુ અને શેમ્પૂ ખૂબ જ ઓછી માત્રામાં વાપરવા જોઈએ.

મિત્રો શેમ્પુ ને વધારે વાળ માથામાં રાખવાથી પણ ખોડો થઈ શકે છે અને આપણા વાળના મૂળ નબળા પડી શકે છે. મિત્રો માથામાં ગરમ પાણી નાખવાથી પણ આપણા વાળને નુકશાન થાય છે. મિત્રો ભોજનમાં પદાર્થો ન લેવા થી અથવા તો ઓછી માત્રામાં રેસા વાળા પદાર્થોનું સેવન કરવાથી આ સમસ્યા થતી હોય છે.

મિત્રો માનસિક તણાવના કારણે પણ ડેન્ડ્રફ થવાની શક્યતા વધુ રહે છે. તેથી હંમેશા સ્વસ્થ રહેવું જોઈએ અને વધારે માત્રામાં સ્ટ્રેસ ન લેવો જોઈએ. મિત્રો વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી પણ ડેન્ડ્રફની સમસ્યા થાય છે. મિત્રો માથામાં તેલનું માલિશ ન કરવાથી પણ ખોડો થઈ શકે છે. મિત્રો ઠંડા પદાર્થોનું વધારે માત્રામાં સેવન કરવાથી પણ ખોડાની સમસ્યા રહે છે.

મિત્રો ઠંડા પદાર્થો પાચન ક્ષમતાને મંદ બનાવે છે. જેના લીધે કબજિયાતની સમસ્યા રહે છે. અને જેના લીધે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ રહે છે. મિત્રો વાયુ પ્રદૂષણમાં રહેવાથી કેમિકલયુક્ત પાણી દ્વારા સ્નાન કરવાથી ડેન્ડ્રફ જેવી સમસ્યા વધુ માત્રામાં થાય છે.

મિત્રો શરીરમાં હોર્મોન્સનું બેલેન્સ ન હોવાને કારણે પણ માથામાં વાળ ની સમસ્યા રહેતી હોય છે વધારે માત્રામાં એસીડીટી રહેવાથી પણ ખોડાની સમસ્યા થતી હોય છે. મિત્રો ચા-કોફીનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય છે.

મિત્રો વાળને સુંદર દેખાડવા માટે આપણે અમુક પ્રકારના કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ વધુ માત્રામાં આ પ્રમાણેના કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરવાથી પણ વાળમાં ખોડાની સમસ્યા રહે છે. અને ધીમે ધીમે અકાળે વાળ ખરવા લાગે છે.

મિત્રો ખોડાને ઘરે જ સરળતાથી દૂર કરવો હોય તો આપણા આહારમાં મિનરલ્સ અને વિટામિન્સનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે નિયમિત રૂપે વિટામિન અને મિનરલ્સ વાળા ભોજનનું સેવન કરવું જોઈએ.

મિત્રો અંકુરિત કઠોળનું વધુ માત્રામાં સેવન કરવાથી ખોડાની સમસ્યા માંથી છુટકારો મળે છે. મિત્રો ડ્રાયફ્રૂટ અને સૂકો મેવો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા વાળને મજબૂત બનાવવા માટે અને ખોડાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ડ્રાય ફૂડનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના આહાર નું વિશેષ ધ્યાન રાખવામાં આવે તો વાળને લગતી સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *