તમારા શરીરની 90% બીમારીઓનો ઈલાજ છે આ આયુર્વેદિક ઔષધી, એકવાર ખાઈ લેશો તો કાયમ માટે દૂર થઈ જશે હાથ-પગના દુખાવા, ચામડીના રોગો સહિત બીજી ઘણી બીમારીઓ.
દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગ વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. આ ઔષધિ બીજી કોઇ નહીં પણ સરગવો છે. તમને જણાવી દઈએ કે સરગવાની દરેક વસ્તુ જેમ કે છાલ, મૂળ, પાન, ફૂલ, બીજ સહિત બધી જ વસ્તુઓ ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે, જેના સેવનથી તમે ઘણી બધી બીમારીઓને ખાતમો કરી શકો છો
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સરગવાનું સેવન કરવાથી થતા ફાયદા વિશે માહિતી કરાવવા જઈ રહ્યા છીએ. આ સાથે અલગ અલગ બિમારીઓ માટે સરગવા નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેના વિશે પણ જણાવીશું.
જ્યારે આપણા શરીરમાં કોઈ એક કિડની પણ કામ કરવાનું બંધ કરી દે તો તેના લીધે આપણા શરીરમાં અશુધીઓનું પ્રમાણ વધી જાય છે, જેના લીધે કેલ્શિયમને ઓછું થઈ જાય છે અને હાડકાં નબળા પડવા લાગે છે. આવામાં જો તમે સરગવાનું સેવન કરો છો તો તમને હાડકા મજબૂત બનાવવામાં મદદ મળે છે અને તમારું શરીર અશુદ્ધિઓને પણ દૂર કરે છે.
જો માનવ શરીરમાં લોહી અશુદ્ધ બની જાય છે તો તેના લીધે ચર્મ રોગ થવાનો ઘણો ભય રહે છે. તેનાથી ખીલ, ડાઘ, કરચલીઓ વગેરેનો સામનો કરવો પડે છે. આવામાં જો તમે સરગવા નો સૂપ બનાવીને પીવો છો અથવા તો તેના પાંદડા પીસીને ચહેરા પર લગાવો છો તો તમારી સમસ્યા દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે.
જો તમે વજન વધારાનો શિકાર બની ગયા છો તો તમારે સરગવાના પાઉડરમાં થોડું લીંબૂ મિક્સ કરીને તેને પી લેવાથી ચરબીના થર ઓછા કરી શકો છો. આ સાથે તેની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવતું હોવાને લીધે તમારી ઇમ્યુનીટી સિસ્ટમ વધે છે અને તમારું શરીર વિવિધ વાયરલ રોગ સામે લડી શકે છે.
આ સિવાય તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે સરગવાનો યોગ્ય રીતે ઉપયોગ કરીને એક મહિનામાં બે કિલો થી પણ વધારે વજન ઓછું કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા સરગવાની શિંગો ને સુકવીને તેના નાના ટુકડા કરી દેવા જોઈએ. હવે તેને બે ગ્લાસ પાણીમાં પલાળીને ગરમ કરવા માટે મૂકો. જ્યારે પાણી અડધું બાકી રહે ત્યાં સુધી તેને ઉકાળો.
ત્યારબાદ તેને નીચે ઉતારી લો. હવે જ્યારે તે નવશેકુ બને ત્યારે તેમાં હળદર, ધાણાજીરૂ સ્વાદ માટે ઉમેરો. તમે તેમાં સિંધવ મીઠું પણ મિક્સ કરી શકો છો. જો તમે આ ઉકાળાને ફિલ્ટર કરીને સેવન કરો છો તો તમારું વજન ઘણાં સુધી ઘટી શકે છે.
સરગવાનું સેવન કરવાથી બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હાર્ટ એટેક, હાઈ બીપી, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. જો તમારી કિડની માં પથરી થઈ ગઈ છે તો તમારે સરગવાની શીંગોનો ઉપયોગ કરવો જોઈએ,
હા જો તમે સરગવાના મૂળનો ઉકાળો બનાવીને પીવો છો તો તેનાથી પથરી આપમેળે જ ટુકડામાં વિભાજિત થઈને બહાર નીકળી જાય છે. સરગવાની છાલનો રસ કાઢીને તેને ગોળ સાથે લેવામાં આવે તો તેનાથી હેડ પેનમાં રાહત મળે છે. જો તમારી આંખોની રોશની માં ઘટાડો થયો છે,
અથવા તમને ચશ્મા વગર દેખાતું નથી તો તમારે સરગવાનાં પાંદડાનો રસ કાઢીને પીવો જોઇએ. તેનાથી આંખોની રોશની વધે છે સાથે સાથે ચશ્મા પણ દૂર કરી શકાય છે. સરગવાના પાનનો પાવડર કેન્સર અને હૃદયરોગથી ઝઝૂમી રહેલા લોકો માટે પણ દવાની જેમ કામ કરે છે.