આયુર્વેદ

જીવશો ત્યાં સુધી નહીં થાય ઘૂંટણના દુખાવા, જો અપનાવી લીધો આ ઉપાય.

ઘૂંટણનો દુખાવો આજકાલ ઘણા લોકોને હેરાન કરતો હોય છે અને એ ત્યારે સૌથી વધી જાય છે જ્યારે વાતાવરણમાં ઠંડક થાય છે. તેનાથી છુટકારો મેળવવા તમારે સૌથી પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

પણ જ્યારે જરૂરી ના લાગે તો તમે અહિયાં જણાવેલ ઘરગથ્થું ઉપચાર પણ અપનાવી શકો છો. ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા આ ઉપાય ખૂબ કારગર છે.

મેથી દાણા : દુખાવાથી રાહત મેળવવા માટે મેથી દાણાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની માટે અડધી ચમચી મેથી દાણાનો પાવડર જમ્યા પછી સવારે અને સાંજે ગરમ પાણી સાથે ખાવો.

જો તમે ઈચ્છો છો અડધી ચમચી મેથી દાણા અડધા ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે તેને ચાવીને ખાઈ લો અને પાણી પણ પી જાવ તમને રાહત મળશે.

હળદરવાળું દૂધ : ઘૂંટણ અને બીજા સાંધાના દુખાવામાં હળદરવાળું દૂધ પીવાથી ખૂબ રાહત મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી રાત્રે સૂતા પહેલા પીવાથી રાહત મળે છે. હળદર પાઉડરની જગ્યાએ તમે કાચી હળદર પીસીને દૂધ માં મિક્સ કરીને પીવો છો તો વધુ જલ્દી રાહત મળશે.

આદું : આદુંના વાપરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત રહે છે. તેનો ઉપયોગ શિયાળામાં કરવો જોઈએ નહીં. ચા, શાક, ચટણી અને અથાણું આ રીતે તમે આદુંનું સેવન કરી શકો છો. આદુંના વપરાશથી ખાંસી અને શરદીમાં પણ રાહત રહે છે.

એલોવેરા : ઘૂંટણના દુખાવામાં અને બીજા સાંધાના દુખાવામાં એલોવેરા ખૂબ ફાયદો કરે છે. દુખાવી થાય તો એલોવેરાનો પલ્પ કાઢી તેમાં હળદર ઉમેરો, ગરમ કરો અને દુખાવો થતો હોય એ જગ્યાએ બાંધી દો. તેનાથી દુખાવો અને સોજા બંનેમાં રાહત મળશે.

તુલસીનો રસ : દુખાવો ભલે કોઈપણ હોય ઘૂંટણમાં કે પછી શરીરના કોઈપણ સાંધામાં હોય. તુલસીના રસનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે.

તેની માટે એક ચમચી તુલસીના પાનનો રસ કાઢી લેવો અને તેને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરી પી લો. આવું દરરોજ કરવાથી દુખાવામાં રાહત મળશે.

મધ અને ઘી સાથે ત્રિફળા : મધ સાથે ત્રિફળા પાવડરનું સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. અડધી ચમચી ત્રિફળા પાવડરને એક ચમચી મધમાં મિક્સ કરો. સાથે તેમાં અડધી ચમચી દેશી ઘી પણ મિક્સ કરો. દરરોજ સવારે તેનું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *