જેઓ આખો ઉનાળો એસીમાં ઊંઘે જ કરે છે તેમના માટે આ વાત જાણવી છે જરૂરી, શરીરમાંથી નીકળતો પરસેવો સ્વાસ્થ્ય માટે સારો કે ખરાબ ? જાણો આ પ્રશ્નનો સાચો જવાબ.

મિત્રો ભારતમાં હોય કે દુનિયાના કોઈપણ ખુણે વસતી વ્યક્તિ હોય દરેકમાં કેટલીક વાતો એક સમાન હોય છે. એ છે ઋતુઓની થતી અસરની અનુભૂતિ. એટલે કે વ્યક્તિ કોઈપણ હોય તેને શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી થાય.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઠંડીથી બચવા માટે તો ઘણા ઉપાય કરી શકાય છે. પરંતુ ઉનાળાના તાપથી બચવા માટે ઘણા ઉપાય કરવામાં આવે તો પણ તે કામ કરતા નથી.

તેમાં પણ ઘણી જગ્યાએ તો તાપમાન 50 ડીગ્રી આસપાસ હોય છે તેવામાં લોકો ગરમી સહન કરી શકતા નથી. આ જ કારણ છે કે હવે એસીની ડીમાંડ સતત વધી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગમે તેવી ગરમીમાંથી આવો એસીની ઠંડકમાં બેસો એટલે 5 મિનિટમાં જ શિયાળા જેવી ઠંડક લાગવા લાગે. એસીમાં ગરમીના કારણે થતો પરસેવો પણ સુકાય જાય છે. શરીર પર પરસેવો આવતો નથી. આજે તમને આ બાબતે જ મહત્વની જાણકારી આપીએ.

જ્યારે પણ આપણે શરીરને શ્રમ પડે તેવું કામ કરીએ એટલે પરસેવો થવા લાગે. ઉનાળામાં ગરમી થાય એટલે પરસેવો થાય તે સામાન્ય વાત છે. ઘણા લોકો એવા હોય છે જેમને કામ કર્યા વિના પણ પરસેવો થાય છે. આ રીતે પરસેવો થવો તે બીમારીનો સંકેત પણ હોય શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે પણ શરીરમાં પરસેવો થાય છે ત્યારે પરસેવા સાથે શરીરની અશુદ્ધિ, મીઠું, ક્ષાર, સાકર અને બેડ કોલેસ્ટ્રોલ બહાર આવે છે. આ બધું બહાર નીકળી જાય છે તેના કારણે શરીરમાં રોગ થતો નથી. પરસેવા સાથે શરીરનો કચરો પણ બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયા કુદરતી ડીટોક્સ પ્રક્રિયા છે.

જ્યારે ફીટનેસ માટે કસરત કરવામાં આવે છે ત્યારે પણ પરસેવો થાય છે. આ પરસેવો નીકળે તે શરીર માટે ખૂબ સારો ગણાય છે.

આ સિવાય જ્યારે તમે જોગીંગ કરો ત્યારે હૃદય જોરથી ધબકે છે અને સખત પરસેવો થાય છે. આ સમયે થતો પરસેવો હાર્ટને હેલ્ધી રાખે છે. આ પરસેવો થાય છે તેના કારણે ચક્કર આવતા નથી.

શરીરમાંથી જ્યારે પરસેવો નીકળે છે ત્યારે તેની સાથે શરીરના રોમ છીદ્રો ખુલી જાય છે અને શરીરની અશુદ્ધિ બહાર આવી જાય છે. આ કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.

આ સિવાય કેટલીક વાર પરસેવો આવવો સમસ્યાનો સંકેત પણ હોય છે. જ્યારે અચાનક પરસેવો થવા લાગે તો તે હાર્ટ પ્રોબ્લેમનો સંકેત હોય શકે છે. આવી સ્થિતિમાં તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

આ સિવાય પરસેવાના કારણે ત્વચા પર ફોડલી, ખંજવાળ વગેરે થાય તો પણ તે ત્વચા રોગનો સંકેત હોય છે. આ સ્થિતિમાં નિષ્ણાંતની સલાહ લેવી જરુરી છે.

Leave a Comment