આયુર્વેદ

પાણીમાં મિક્સ કરીને પી લો હળદર, એક બે નહિ પંરતુ 15 થી વધારે બીમારીઓ ભાગશે દૂર.

દોસ્તો હળદર ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે, જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા લાભ આપે છે. હળદરને અંગ્રેજીમાં ટર્મેરિક તરીકે ઓળખવામાં આવે છે. જેની તાસિર ગરમ હોય છે. આ સાથે પ્રાકૃતિક રૂપે હળદરનો રંગ પીળાશ પડતો હોય છે પરંતુ કાચી અવસ્થામાં હળદર બિલકુલ આદુની જેમ જ દેખાય છે.

ભારતમાં હળદરનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ હળદરના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ કરીને સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય પણ દુરસ્ત રાખી શકાય છે. તમે હળદરનો દૂધ બુટ અને પાણી સાથે કરી શકો છો. જેને પીવા માત્રરહી શરીર એકદમ સ્વસ્થ બની જાય છે.

હકીકતમાં હળદરમાં મળી આવતા ઔષધીય ગુણો સ્વાસ્થ્યની સાથે-સાથે શરીરને ઘણી શારીરિક બીમારીઓને દૂર રાખે છે અને બીમારીના લક્ષણો દૂર કરી શરીરને સ્વસ્થ બનાવે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને હળદર નું પાણી પીવાથી થતા ફાયદા વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

હળદર ના પાણી માં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને વિટામિન બી-6, વિટામિન સી અને વિટામિન કે જેવા પોષક તત્વો મળી આવે છે. તમારે તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી હળદર પાઉડર મિક્સ કરીને તેને સારી રીતે હલાવી લેવું જોઈએ. તમે તેમાં સ્વાદ વધારવા માટે મધ પણ મિક્સ કરી શકો છો. જો તમે હળદર ના પાણી ના વધારે ફાયદા મેળવવા માંગો છો તો તમારે તેનો ઉપયોગ દરરોજ સવારે કરવો પડશે.

વજન ઓછું કરવા માટે હળદર વાળું પાણી પીવું ફાયદાકારક હોય છે. હળદરમાં મળી આવતું કરક્યુમિન વજન નિયંત્રિત કરવામાં સહાયક બને છે. જેના લીધે પેટમાં જામી ગયેલી ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગે છે. હળદરમાં એંટી ઓક્સીડેંટ અને એન્ટી કેન્સર ના ગુણધર્મો મળી આવે છે, જે શરીરમાં કેન્સર કોશિકાઓ ને પેદા થવાથી રોકવામાં મદદ કરે છે અને કેન્સરથી બચાવ કરવામાં સહાયક બને છે.

આ સાથે હળદર યુક્ત પાણી કેન્સર જેવી બીમારીઓથી બચાવવા માટે લાભકારી છે. હળદર મળી આવતાં પોષકતત્ત્વો શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરીને રોગો સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ સિવાય હળદરમાં મળી આવતા એન્ટિબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણો શરીરને યોગ્ય બનાવે છે.

શારીરિક સોજાને ઓછા કરવા માટે પણ હળદર યુક્ત પાણી પીવું લાભકારી હોય છે. હકીકતમાં હળદરમાં મળી આવતું કરક્યુમિન અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સોજાની સમસ્યા દૂર કરે છે. હળદરમાં રહેલા ઔષધિય ગુણોને કારણે તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી પેટના રોગોથી છુટકારો મેળવી શકાય છે. આ સાથે પાચન ક્રિયામાં પણ સુધારી શકાય છે જો હળદરવાળું પાણી પીવો છો તો પેટ ફુલવાની પરેશાનીથી છુટકારો મળે છે.

હળદરમાં એન્ટી ડાયાબીટીક ગુણો મળી આવે છે જે લોહીમાં રહેલા બ્લડ શુગરને ઓછું કરી તેને નિયંત્રણમાં લાવી દે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના રોગીઓને દરરોજ આ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

ફકત સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ હળદર ત્વચા માટે પણ રામબાણ છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ પણ મળી આવે છે. જે ત્વચાને બેક્ટેરિયલ સંક્રમણથી બચાવે છે અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવી શકાય છે. આ સિવાય આ પાણીનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સને પ્રભાવ ઓછો થાય છે. જે ઉંમરની અસરને ઓછી કરીને ત્વચાને જવાન બનાવી રાખે છે.

હળદર યુક્ત પાણી લોહીમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢી લોહીને શુદ્ધ બનાવે છે. જેનાથી તમારી ત્વચા પર ચમક આવે છે. આ સાથે તેનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *