વરસાદની ઋતુમાં ભુલથી પણ ન ખાતા આ૫ શાકભાજીઓ, નહી તો વધી જશે સંક્રમણનો ભય, શરીર બની જશે અનેક બીમારીઓનું ઘર.
વરસાદની ઋતુ આવતાની સાથે જ બજારમાં ઘણા ફળો અને લીલા શાકભાજી દેખાવા મળી જાય છે. આ સાથે વરસાદના દિવસોમાં લીલા શાકભાજી ખાવાની બહુ ઈચ્છા થાય છે. જોકે તમારે જાણવું જ જોઈએ કે વરસાદની ઋતુમાં કેટલીક એવી શાકભાજીઓ પણ હોય છે,
જેનું સેવન કરવાથી તમને સંક્રમણ થવાનો ભય રહે છે. તો ચાલો આપણે જાણીએ કે વરસાદની ઋતુમાં કઈ કઈ શાકભાજીઓથી અંતર બનાવી રાખવું જોઈએ.
ટામેટા વરસાદની ઋતુમાં આપણી પાચનશક્તિ ધીમી થઈ જાય છે. જેના લીધે ટામેટાનું સેવન ઓછું કરવું જોઈએ. ટામેટામાં ક્ષારીય ઘટક હોય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં એલ્કલોઈડ કહેવામાં આવે છે.
આ સાથે ટામેટા પર વિવિધ પ્રકારની દવાઓનો છંટકાવ કરવામાં આવેલો હોય છે, જેને ધોયા પછી પણ દૂર કરી શકાતો નથી. તેથી તમારે વરસાદની ઋતુમાં ટામેટાનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ.
ફુલાવર વરસાદની ઋતુમાં દરેક જગ્યાએ ફુલાવર જોવા મળી જાય છે. જોકે તમારે તેને ખરીદતી વખતે ફુલાવર અંદર થી કેવું છે તેની પણ ખાસ કાળજી લેવી જોઇએ. કારણ કે મોટા ભાગે ફુલાવર બહારથી સારું લાગે છે પરંતુ તેની અંદર કીડા છુપાયેલા હોય છે,
તેથી જો તમે ફુલાવર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેને ચારે બાજુથી તપાસવું જોઈએ. ત્યારબાદ તેની ખરીદી કરવી જોઈએ. આ સાથે જુસ્ટે તમે ફુલાવર ખરીદીને ઘરે લાવો છો ત્યારે તેની મીઠાના પાણીમાં થોડોક સમય સુધી ડુબાવી રાખવું જોઇએ. જેનાથી તેમાં રહેલા કીડા બહાર નીકળી જાય છે.
રીંગણ શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનામાં રીંગણ ખાવા શુભ માનવામાં આવતા નથી. વૈજ્ઞાનિક કારણે પણ શ્રાવણ મહિનામાં રીંગણ માં સૌથી વધારે કીડા પડેલા હોય છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી વરસાદની ઋતુમાં તમારે રીંગણ ખાવા જોઈએ નહીં.
ઘણી વખત લોકો રીંગણ ખરીદે છે અને તેના પર રહેલા કીડાને દૂર કરીને તેનો ઉપયોગ ભોજનમાં કરે છે, જોકે તમારે આવું ના કરવું જોઈએ, કારણ કે તેનાથી બીમારી પડવાની શક્યતાઓ વધી જાય છે.
મશરૂમ વરસાદના દિવસોમાં મશરૂમનું સેવન કરવું જોઈએ નહિ. કારણ કે મશરૂમમાં પ્રદૂષિત જગ્યા ઉપર ઉગે છે. આ સાથે મશરૂમની કેટલીક પ્રજાતિઓ ઝેરીલી હોય છે. તેથી વરસાદના દિવસો મશરૂમ ખાવાથી બચવું જોઇએ, કારણ કે તેનાથી સંક્રમણ થવાનો ભય ઘણા અંશ સુધી વધી જાય છે.
પાલક શરીરમાં આયર્નની ઉણપ દૂર કરવા માટે પાલક ખૂબ જ જરૂરી છે. પાલક શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જોકે વરસાદની ઋતુમાં પાલકમાં ઘણા કીડાઓ હોવાની સંભાવના હોય છે.
પાલક ભલે બહારથી ગમે તેટલું લીલુ દેખાતું હોય પરંતુ તેના પર જો સફેદ અને પીળી લાઈનો અથવા ડાઘ હોય તો તેની ખરીદવું જોઈએ નહીં. કારણ કે આ ડાઘ અને લાઈનોની અંદર કીડાઓ પેદા થવાની શક્યતાઓ હોય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.