પેટમાં વારંવાર ગેસ જમા થઈ જતો હોય તો અપનાવો આ દેશી ઉપાય, કાયમ માટે છૂમંતર થઇ જશે સમસ્યા.

દોસ્તો આજના સમયમાં પેટમાં ગેસ બનવુ એક સામાન્ય વાત બની ગઈ છે. જ્યારે આપણે ભોજન યોગ્ય રીતે પચાવી શકતા નથી તો તે ગેસનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને ગેસ થાય છે ત્યારે તેનો સ્વભાવ એકદમ ચીડિયો બની જાય છે અને તેને ઘણી વખત પેટમાં દુખાવો પણ થતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજે મોટાભાગના લોકોને બહારનું તળેલું અને મસાલેદાર ભોજન ખાવાની આદત બની ગઈ છે. જેનાથી પેટમાં એસિડિટી અને ગેસ થવાની સમસ્યા થાય છે. જ્યારે એસીડીટી થાય છે ત્યારે છાતી અને પેટમાં બળતરા થાય છે અને ઘણી વખત ખાટા ઓડકાર પણ આવતા હોય છે.

જોકે ગેસ તેનાથી વિરુદ્ધ છે તેનાથી પેટમાં ગડબડ લાગે છે અને તેનો દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. જ્યાં સુધી ગેસ બહાર ન આવે ત્યાં સુધી પેટમાં ફરતો રહે છે અને તેનાથી તમે કોઈ કામ પણ કરી શકતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ગેસની સમસ્યાથી રાહત મેળવવાના આયુર્વેદિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે આસાનીથી પેટના ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

તમે હીંગનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કર્યો હશે પરંતુ તમને જણાવી દઈએ કે તમે ગેસ અને અપચાની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ હીંગનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે ગરમ પાણીમાં ચપટી હિંગ ઉમેરીને સેવન કરવાથી ગેસ છૂટો પડી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આદુ અને લીંબુ બંને ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે, જો તમે આદુનો રસ અને લીંબુનો રસ એક સાથે મિક્સ કરીને તેમાં કાળું મીઠું ઉમેરી લો છો અને તેનું સેવન કરો છો તો પણ ગેસ છૂટો પડી જાય છે અને પેટ ફુલવાની સમસ્યાથી પણ રાહત મળે છે.

તમે ડુંગળીનો ઉપયોગ કરીને પણ પેટમાં ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમને પેટમાં ગેસ થયો હોય અથવા તો પેટમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે ડુંગળીનો રસ કાઢીને તેમાં ચપટી હિંગ અને પ્રમાણસર માત્રામાં કાળું મીઠું ઉમેરીને સેવન કરી લેવું જોઈએ. જેનાથી પેટમાં બળતરા થતી હોય તો તેનાથી છુટકારો મળે છે.

જો તમે ગેસની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે ભૂલથી પણ ખાલી પેટ ચાનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે ખાલી પેટ ચાનું સેવન કરવાથી પેટમાં એસિડિટી અને ગેસ નું નિર્માણ થાય છે. તમે ચાને બદલે સવારે હૂંફાળું પાણી પી શકો છો.

અજમાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ અજમો ગેસની સમસ્યાથી પણ છુટકારો અપાવી શકે છે. જો તમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે અથવા ગેસ એસીડીટી ની સમસ્યા છે તો તમારે અજમાનો પાઉડર બનાવી તેમાં સેન્ધા મીઠું ભેળવી લેવું જોઈએ. હવે તેને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉમેરીને પી લેવાથી પાચન શક્તિ વધે છે અને ગેસ થી છુટકારો મળે છે

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment