દોસ્તો આજના આ લેખમાં અમે તમને ત્વચાના રોગોથી કેવી રીતે રાહત મેળવી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. કારણ કે બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે વિવિધ પ્રકારના ત્વચારોગો થઈ રહ્યા છે. તેમાં ધાધર ખરજવું જેવા રોગો તો વ્યક્તિને જલ્દીથી રાહત આપતા નથી.
જો તમે પણ આવા રોગોનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને તેનાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જણાવીશું, જેનો તમારે અચૂક ઉપાય કરવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
જો તમે ત્વચાના રોગ ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલા વડની છાલને પાણીમાં ઉમેરીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ. હવે આ ઉકાળાને નહાવાના પાણીમાં ઉમેરીને સ્નાન કરવું જોઈએ. જેનાથી તમને ત્વચા રોગો જેવા કે ખંજવાળ, ધાધર વગેરેથી રાહત મળશે.
તમે ત્વચા રોગને દૂર કરવા માટે ગાજરના રસ નો પણ ઉપયોગ કરી શકો છો. હકીકતમાં ગાજરના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે તમને વિવિધ પ્રકારના ત્વચાના રોગોથી રાહત આપે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ગાજરનો રસ અને દૂધની સમાન પ્રમાણમાં મિક્ષ કરીને તેનું સેવન કરવું જોઈએ.
જેનાથી તમને ખંજવાળ, એલર્જી, ધાધર વગેરેથી રાહત મળશે. આ સાથે જો તમે કોબીજના પત્તાને ચામડીના રોગ પર લગાવીને બાંધી દો છો તો તમને થોડાક જ સમયમાં ફરક દેખાવા મળે છે.
જો તમે દરરોજ સવારે 20 ગ્રામ મધને 20 ગ્રામ પાણી ઉમેરીને પીવો છો તો પણ તમે ધાધર, ખંજવાળથી રાહત મેળવી શકો છો. હકીકતમાં તેના સેવનથી પેટમાં ઠંડક પ્રસરી જાય છે જે તમને ત્વચા રોગોથી રાહત આપે છે. આ સાથે જે લોકોના નારંગીnj સેવન કરે છે તેઓ પણ ત્વચાના રોગોથી દૂર રહી શકે છે.
જો તમે ઘીમાં મરી મેળવીને તેને શેકી લો છો અને ત્યારબાદ તેનું સેવન કરો છો તો પણ તમને રાહત મળે છે. આ સિવાય તમે આ મિશ્રણને ત્વચા પર લગાવી શકો છો. જેનાથી ખંજવાળથી થયેલા ડાઘ પણ દૂર થઈ જાય છે.
આ સાથે તમે ગોખરુંને પાણીમાં મેળવીને ઉકાળો બનાવી લવ છો અને તેનું દરરોજ એક કપ સેવન કરો છો તો પણ તમને રાહત મળી શકે છે. તમે કપૂર ની મદદથી માલિશ કરો છો તો પણ ખંજવાળ અને ચામડીના રોગમાં રાહત મળે છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.