આયુર્વેદ ઘરેલું ઉપચાર

જો તમારા દાંતમાં સડો થઈ ગયો છે અને પીળાશ જામી ગઈ છે તો તમારે આ ઉપાય કરવો જ જોઈએ, દાંત બની જશે એકદમ હીરા મોતી જેવા.

જો તમારા દાંતમાં સડો થઈ ગયો છે અને પીળાશ જામી ગઈ છે તો તમારે આ ઉપાય કરવો જ જોઈએ, દાંત બની જશે એકદમ હીરા મોતી જેવા.

દોસ્તો કોઈપણ વ્યક્તિના શરીરમાં બધા જ અંગો ખૂબ જ મહત્ત્વના છે પંરતુ જો કોઈ અંગ માનવના શરીરની સુંદરતામાં વધારો કરતું હોય તો તે દાંત છે. કારણ કે દાંતની મદદથી તમે કોઈપણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. આવી સ્થિતિમાં તમારે દાંતને ચમકાવવા માટે ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ.

આજે અમે તમને કેટલાક એવા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી દાંતને ચમકાવી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. તો ચાલો આપણે આ ઘરેલુ ઉપાય વિશે જાણીએ.

જો તમારા દાંતમાં દુઃખાવો થઈ રહ્યો છે અને ઘણી દવાઓ ખાધા પછી પણ રાહત મળી રહી નથી તો તમારે સૌથી પહેલા જામફળના પાનને પાણીમાં નાખી દેવા પડશે ત્યારબાદ તેમાં થોડુંક મીઠું નાખીને આ પાણીને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ.

હવે જ્યારે પાણી બરાબર ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારી દેવું જોઈએ ત્યારબાદ જ્યારે તે નવશેકું બને ત્યારે તેનાથી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો દૂર થઈ જાય છે.

જો તમારા દાંતમાં સડો થઈ ગયો છે અને રાહત મળી રહી નથી તો તમારે સૌથી પહેલા ચપટીભર મીઠું લઈને તેમાં સરસવ ના તેલના એક કે બે ટીપાં ઉમેરી લેવા જોઈએ. હવે જ્યારે તે પેસ્ટ બની જાય ત્યારે તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી બધા જ બેકટેરિયા નાશ પામે છે અને તમને રાહત મળી શકે છે.

તમારે દિવસમાં એક વખત આ પેસ્ટ 15 મિનિટ માટે લગાવવી પડશે. જો તમારા દાંતમાં દુઃખાવો થઈ રહ્યો છે અને તમે ઉપરોક્ત ઉપાય કોઈ કારણસર કરી શકતા નથી તો તમારે સૌથી પહેલા મીઠા અને લવિંગ ને મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લેવું જોઈએ.

ત્યારબાદ જે પાવડર બને તેનો દરરોજ ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરવો પડશે. આ પાવડર થી બ્રશ કરવાથી તમને આસાનીથી આરામ મળી જાય છે

જો તમને બોલતી લેતી વખતે ખરાબ દુર્ગંધ નો સામનો કરવો પડે છે તો તમારે સૌથી પહેલા નારિયેળ તેલને લઈને મોઢામાં સારી રીતે ઘસી લેવું જોઈએ. ત્યારબાદ નવશેકા પાણીથી કોગળા કરવાથી આસાનીથી ખરાબ શ્વાસની સમસ્યા દૂર થઈ શકે છે.

જો તમારા દાંત નબળા પડી ગયા છે તો તમારે બેકિંગ સોડા અને હળદર ને મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ દરરોજ સવારે તેનાથી બ્રશ કરવાથી તમને અવશ્ય ફરક દેખાવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *