કફ, વાત-પિત્ત અને કબજિયાતની સમસ્યાથી કાયમી છુટકારો આપે છે આ ચૂર્ણ, ખાઈ લેશો તો દવાખાને જવાનો ખર્ચો બચી જશે.
દોસ્તો આજના આ લેખમાં અમે તમને હરડેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. હરડે એક એવી ઔષધી માનવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે રામબાણ બની શકે છે.
આ જ કારણ છે કે હરડેનો ઉપયોગ ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે વપરાય છે. આયુર્વેદ અનુસાર હરડેનો સ્વાદ કડવો હોય છે અને તે લોહીને સાફ કરીને સ્કિન પર અનોખી ચમક લાવવા માટે કામ કરે છે.
જો તમે હજી સુધી હરડેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે અજાણ છો તો આજના આ લેખમાં અમે તમને તેનાથી થતા ફાયદા વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ, તો આ લેખનો અંત સુધી વાંચજો.
હાલમાં કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી ખૂબ જરૂરી છે. કારણ કે જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમે ઘણા રોગોથી છુટકારો મેળવી શકશો. આ સાથે જો તમને શરદી ઉધરસ વગેરેને સામનો કરી રહ્યા છો તો પણ હરડે રામબાણ માનવામાં આવે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ તો વધશે જ સાથે સાથે વાયરલ રોગો પણ દૂર થઈ જાય છે.
જો આપણે હરડે નું સેવન કરવાની રીત વિશે વાત કરીએ તો તમે શિયાળાની ઋતુમાં તેની પીપળી અથવા મધ સાથે લઈ શકો છો. ચોમાસાની ઋતુમાં તમે હરડેનો તમે સિંધાલૂણ મીઠા સાથે ખાઈ શકો છો અને ગરમીની ઋતુમાં તેનું સેવન ગોળ સાથે કરી શકો છો.
જો તમે પેટના રોગો જેમ કે કબજિયાત, એસિડિટી, ગેસ, અપચો, પેટનો દુખાવો, પેટનો વિકાર, પેટમાં જંતુઓ વગેરે જેવી જેવી સમસ્યાઓનો સામનો કરો છો તો તમારે હરડેનો ઉપયોગ કરવો જોઈએ. આથી જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો પણ તમે હરડેનો ઉપયોગ કરી શકો છો. આ સાથે હરડેનું સેવન કરવાથી આંતરડા પણ સાફ થઈ જાય છે.
જો તમને હરસ-મસાની સમસ્યા રહેતી હોય તો તમારે હરડેનું ચૂર્ણ બનાવીને ગોળ સાથે સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે અને હરસ મસા દરમિયાન લોહી આવવાની સમસ્યાથી રાહત મળે છે. આ સાથે જો તમે હરડેનું સેવન છાશ સાથે કરો છો તો બવાસીર ની સમસ્યાથી રાહત મળી શકે છે.
જો તમારી ત્વચા પર ખીલ ડાઘ ની સમસ્યા થઈ ગઈ છે તો તમારે હરડેનો બારીક પાવડર બનાવીને તેની અંદર નારીયલ તેલ મિક્સ કરી દેવું જોઈએ. હવે તેની પેસ્ટ બનાવીને ખીલ ડાઘ વગેરે પર લગાવવાથી તમે તેનાથી રાહત મળી શકે છે.
આ સાથે જો તમારો જ ચહેરો નિસ્તેજ બની ગયો હોય તો પણ તમે આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જો તમારું વજન જરૂરિયાત કરતાં વધારે વધી ગયું છે તો તમારે આહારમાં હરડેનું સેવન કરવું જોઈએ. જેનાથી ઝેરી પદાર્થોને શરીરની બહાર નીકળી જાય છે અને ચરબીના થર પણ પીગળે છે.
આ સાથે તેનાથી મેટાબોલિઝમ લેવલમાં પણ સુધારો થાય છે. તમારે તેનો ઉપયોગ કરવા માટે પાંચ ગ્રામ હરડે ને એક ગ્લાસ પાણીમાં ઉકાળો બનાવીને પી લેવું જોઈએ. તમે તેમાં સ્વાદ વધારવા માટે મધ પણ ઉમેરી શકો છો.