આજના સમયમાં હાર્ટ એટેક થી પીડિત લોકોની કોઈ કમી નથી. આજની ભાગદોડભરી જિંદગી અને બહારના ભોજનને લીધે વ્યક્તિને હાર્ટ એટેક થવાનો ભય રહે છે. આ સિવાય ધૂમ્રપાન, બ્લડ સુગર, બ્લડ પ્રેશર, વજન વધારો, વધુ પડતો તણાવ, ચિંતા વગેરે જેવી સમસ્યાઓને લીધે પણ હાર્ટ એટેક થઈ શકે છે. આ બધા એવા કારણો છે જેના વિશે મોટેભાગે બધા જ લોકો જાણે છે.
પંરતુ આજે અમે તમને એવા કારણો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહી ખાસ વાત એ છે કે આ બધી ભૂલોને લીધે હાર્ટ એટેક થવાનો ભય અનેકગણો વધી જાય છે. તેથી તમારે તેને નજર અંદાજ કર્યા વિના ડોકટર પાસે પૂછપરછ કરાવવી જોઇએ. તો ચાલો આપણે આ કારણો વિશે વિગતવાર જાણીએ.
તમને કહી દઈએ કે જે લોકો છ કલાક કરતા ઓછી ઊંઘ લે છે, એવા લોકોને હાર્ટ એટેક થવાનો ભય વધારે રહે છે. એક સંશોધન અનુસાર છ કલાકથી ઓછી ઊંઘ લેતા લોકોને હાર્ટ એટેક થવાનો ચાન્સ છ ગણો વધી જાય છે. હકીકતમાં ઊંઘની કમીને લીધે બ્લડ પ્રેશર માં વધારો થાય છે, જે હાર્ટ એટેક આવવા પાછળનું પહેલું કારણ છે.
જે લોકોને માથાના અડધા ભાગમાં અસહ્ય દુઃખાવો થાય છે તો તેને માઇગ્રેન ની સમસ્યા તરીકે વર્ણવવામાં આવી છે. જો તમે પણ માઇગ્રેન ની સમસ્યાથી પીડિત છો તો તમને હાર્ટ એટેકનો ભય રહેલો છે. જો તમને અડધા માથામાં વિચિત્ર અવાજો સંભળાઈ રહ્યા છે તો તે પણ હાર્ટ એટેકની નિશાની છે.
જ્યારે તમે ખરાબ પ્રદૂષણમાં શ્વાસ લો છો તો ખરાબ હવા પેટમાં જાય છે, જેના લીધે હૃદય સબંધિત બીમારીઓ થવાનો ભય વધી જાય છે. આ સાથે વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હાર્ટ એટેકની નિશાની હોય શકે છે.
જે લોકોને ફેફસાં સાથે જોડાયેલ બીમારીઓ છે તેમને હાર્ટ એટેક થવાનો ભય 70% વધી જાય છે. જ્યારે અસ્થમાથી પીડિત લોકો છાતીમાં થતો દુઃખાવો અવગણે છે ત્યારે હાર્ટ એટેક આવવાની આશંકા વધી જાય છે. જોકે હાર્ટ એટેકનો શરૂઆતી સંકેત પણ આ હોય છે.
તમારા માંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે વધુ પડતાં તાવ આવવાને લીધે પણ હાર્ટ એટેકનો ભય અનેકગણો વધી જાય છે. હકીકતમાં જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થાય છે ત્યારે આપણું શરીર અનેક બીમારીઓનો શિકાર બની જાય છે. એક સંશોધન અનુસાર શ્વાસ નળીનું સંક્રમણ પણ હાર્ટ એટેકના ભયનું કારણ બને છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.