આરોગ્ય

કેટલા સમય પછી બદલી નાખવો જોઈએ ટૂથબ્રશ? જાણો તેને બદલાવનો યોગ્ય સમય.

દાંત આપણા શરીરનો ખુબ જ મહત્વપૂર્ણ અંગ છે. કારણ કે દાંતની મદદથી આપણે ભોજનને ચાવી શકીએ છીએ, જેના લીધે આપણા પેટને ખોરાક પચાવવામાં આસાની રહે છે. જેના પરથી કહી શકાય કે દાંત પાચન શક્તિ વધારવા માટે પણ કામ કરે છે.

આ માટે ખૂબ જ જરૂરી છે કે દાંતની ખૂબ જ દેખભાળ કરવામાં આવે. આજ કારણ છે કે ડોકટર પણ સવાર અને સાંજ બંને ટાઇમ બ્રશ કરવાની ભલામણ કરવામાં આવે છે.

આજના આધુનિક સમયમાં બ્રશ તો મોટેભાગે બધા જ લોકો કરે છે પંરતુ તેઓ ઘણા મહિનાઓ સુધી તેને સતત ઘસતા રહે છે અને તેને બદલાવનું નામ લેતા નથી. આ સાથે ઘણી વખત તેઓને બદલવાનું યાદ પણ રહેતું નથી. આવી સ્થિતિમાં આપણે સમય સમય પર બ્રશને બદલતા રહેવું જોઈએ પંરતુ હવે સવાલ આવે છે કે બ્રશ ક્યારેય બદલવો જોઈએ. તો ચાલો આપણે આ સવાલનો જવાબ વિસ્તારપૂર્વક જાણીએ.

આવી સ્થિતિમાં પોતાનો બ્રશ બદલી નાખો.
1. બ્રશ ના હેલ્થની જાણકારી બ્રશ પરના બ્રિસ્લ ની મદદથી જાણી શકાય છે. જો બ્રશ ના બ્રિસ્લ ધીમે ધીમે ખરાબ થવા લાગ્યા છે તો તમારે સમજી લેવું જોઈએ કે બ્રશને બદલવાનો સમય આવી ગયો છે.

2. જો બ્રશના બ્રિસ્લની નીચે સફેદ પદાર્થ જામવા લાગે તો તમારે સમજી લેવું જોઈએ કે બ્રશ બદલવા માટે આવી ગયો છે. કારણ કે આ જગ્યા પર વધુ પ્રમાણમાં કીટાણુઓ જમા થયેલા હોય છે, જે વ્યક્તિના દાંત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

3. જો તમને શરદી, ખાંસી અને તાવની સમસ્યા થઇ છે તો તમારે તેમાંથી સ્વસ્થ થયા પછી તરત જ બ્રશ બદલી દેવો જોઈએ. કારણ કે જ્યારે તમે બીમાર હોવ છો ત્યારે તેના કીટાણુઓ તમારા બ્રશ પર જામી ગયા હોય છે અને તમે સ્વસ્થ થયા પછી પણ ફરીથી આ બ્રશનો ઉપયોગ કરો છો તો તમારી સમસ્યા વધી શકે છે.

4. જો તમે કોરોના વાયરસ નો શિકાર બની ચૂક્યા છો તો પણ તમારે સ્વસ્થ થયા પછી બ્રશ બદલી નાખવો જોઈએ. ડોકટરો એ પણ આ વાતને સમર્થન આપ્યું છે. ડોકટર કહે છે કે કોરોના થયો હોય ત્યારે તેના અમુક કીટાણુઓ બ્રશ પર હોય શકે છે અને તેનાથી ફરીથી બ્રશ કરવાને લીધે સમસ્યા વણસી શકે છે.

5. જો તમારો બ્રશ ત્રણથી ચાર મહિના જૂનો થઇ ગયો છે અને ખરાબ થયો નથી તો પણ તમારે તેને બદલી દેવો જોઈએ. એક રિપોર્ટ અનુસાર ત્રણ થી ચાર મહિના કરતાં વધુ બ્રશ વાપરવાથી તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે અને યોગ્ય રીતે સફાઈ પણ થતી નથી.

આ સાથે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારો બ્રશ પરિવારના બ્રશ રાખવાની જગ્યાથી દૂર રાખો. કારણ કે જો પરિવારનો કોઈ એક વ્યક્તિ બીમાર થશે તો તેના ખરાબ બેક્ટેરિયા બાકીના બધા જ લોકોને બીમારીથી ગ્રસ્ત કરી શકે છે. તેથી બ્રશને અલગ રાખવું ખુબ જ મહત્વપૂર્ણ છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *