સામાન્ય રીતે ઉંમરમાં વધારો થતાની સાથે જ શરીરની રચનમાં પણ ફેરફાર થાય છે. આ સાથે વધતી ઉંમરને લીધે જવાબદારીઓ પણ વધે છે અને આપણે કેટલાક કાર્ય પણ કરવા પડે છે. જોકે આપણી જીવનશૈલીમાં ઉંમર સાથે બદલાવ કરવો એટલો આસાન હોતો નથી પંરતુ જો તમે તેમાં બદલાવ કરતા નથી તો શરીર અનેક રોગોનું કારણ બની જાય છે.
હકીકતમાં વધતી ઉંમર સાથે પોતાની લાઇફસ્ટાઇલ માં પણ બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંમર આપણા સ્વાસ્થય ને અસર કરે છે. વ્યક્તિને જીવનના 30 વર્ષ પછી શરીરમાં વિવિધ ફેરફાર આવે છે અને આ સમય એવો હોય છે કે જ્યારે વ્યક્તિ વિવિધ જવાબદારીઓથી ઘેરાયેલ હોય છે. આવી સ્થિતિમાં આ ઉંમર પછી આપણી જીવનશૈલી ની સાથે સાથે બાકીની કેટલીક ચીજ વસ્તુઓમાં ફેરફાર કરવા પડે છે.
આ ઉંમરે વ્યક્તિને ઘર, નોકરી અને પરિવારની જવાબદારી માથા પર હોય છે. જેના લીધે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા બદલાવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને વ્યક્તિએ 30 વર્ષ પછી દરેક વ્યક્તિએ અપનાવી લેવા જોઈએ. તો ચાલો આપણે આ વસ્તુઓ વિશે જાણીએ.
ભોજનમાં આ વસ્તુઓથી બનાવી લો અંતર :- સામાન્ય રીતે આપણી જીવનશૈલીની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થય પર પડે છે. બાળપણમાં આપણે કોઈપણ ભોજન આસાનીથી પચાવી લેતા હોઈએ છીએ કારણ કે ત્યારે આપણી પાચન શક્તિ ખૂબ મજબૂત હોય છે. આ સાથે જેમ જેમ ઉંમરમાં વધારો થાય છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં કંઇપણ ખોરાક ખાવો આપણા માટે હિતાવહ નથી.
જેના લીધે 30 વર્ષની ઉંમર વટાવી લીધા પછી મેદો, તળેલું ભોજન, ખાંડ વગેરેથી અંતર બનાવી લેવું જોઈએ. આ સાથે જો શક્ય હોય તો લીલી શાકભાજીઓ, દાળ, ભાત, રોટલી અને ફળોનું સેવન કરવું જોઈએ.
વજન પર કાબૂ કરો :- તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોનો વજન 30 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા વધી જાય છે અથવા તો 30 વર્ષ પછી વજન વધવાની શરુઆત થાય છે. આ સાથે વજન વધારો થવાને લીધે વિટામિન સીની કમી થાય છે. જેના લીધે 30 વર્ષની વય પછી વજન પર કાબૂ રાખવો જરૂરી છે.
સવારે વહેલા ઊઠો :- સામાન્ય રીતે સવારે વહેલા ઉઠવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે પંરતુ જો તમે કોઈ કારણસર સવારે વહેલા ઊઠી શકતા નથી તો તમારે તમારી આદત જલદી બદલી નાખવી જોઈએ. કારણ કે સવારે વહેલા ઉઠવાથી તમને ઘણા લાભ થઈ શકે છે.
સવારે વહેલા ઉઠવાથી તમે તણાવ મુક્ત અને ઉર્જસભર રહી શકો છો. આ સાથે સવારે વહેલા ઉઠશો તો તમારા કામ પણ જલદી પુરા થઈ જશે. જો તમે સવારે વહેલા ઉઠવાની ટેવ બનાવી લીધી તો તમને આ સિવાય પણ ઘણા લાભ થાય છે.
ચિંતાને મેનેજ કરતા શીખો :- 30 વર્ષની ઉંમર પછી તમારા ચિંતાને મેનેજ કરતા શીખી જવું જોઈએ. કારણ કે આ સમય એવો હોય છે જ્યારે તમે ડગલે અને પગલે ચિંતા યુક્ત બની શકો છો તેથી તેને મેનેજ કરવું ખૂબ જ આવશ્યક છે. 30 વર્ષની ઉંમરે મોટાભાગના લોકો તેમના પરિવારની જવાબદારી નિભાવતા હોય છે, તેથી આ ઉંમરે તણાવ આવવો એકદમ સામાન્ય છે પંરતુ શક્ય હોય ત્યાં સુધી તણાવ ઓછો કરી દો.
કેફીન અને તળેલી વસ્તુઓથી બનાવી લો અંતર :- 30 વર્ષની ઉંમરે વ્યક્તિને દરેક પ્રકારના કેફીન યુક્ત ડ્રિંકથી અંતર બનાવી લેવું જોઈએ. આ સાથે તમારે તળેલી ચીજ વસ્તુઓને પણ ગુડ બાય કહી દેવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુઓ તમારા સ્વાસ્થય માટે જોખમી બની શકે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.