સામાન્ય રીતે ચોમાસાની ઋતું આવતાની સાથે જ વિવિધ શાકભાજીઓ બજારમાં આવી નીકળે છે, જે સ્વાસ્થય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આવી જ એક શાકભાજી કંટોલા છે, જે મોટાભાગે ચોમાસાની ઋતુમાં વેલા પર ઉગી નીકળે છે. તેનો રંગ થોડોક લીલો અને અમુક ભાગ પીળો હોય છે.
આ સાથે તે તમને વનવગડામાં આસાનીથી મળી આવે છે. તેની ઉપર કાંટા જેવું ઉગેલું હોય છે. જોકે કે તેનો ઉપયોગ દવા કરતા ઓછો નથી, હા, તેનો ઉપયોગ કરીને તમે ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે કંટોલા કેવી રીતે સ્વાસ્થય લાભ આપી શકે છે.
સામાન્ય રીતે ઘણા લોકોને હવામાનમાં પરિવર્તન થતાની સાથે જ અનેક વાયરલ બીમારીઓ ઘેરી લે છે. હા, આ બીમારીઓમાં શરદી ઉધરસ તો વ્યક્તિને ખરાબ રીતે અસર કરે છે.
જેનાથી વ્યક્તિ સરખી રીતે કામ પણ કરી શકતો નથી, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન બીમારી પર રહે છે. જોકે તમે કંટોલા ખાઈને તેનાથી રાહત મેળવી શકો છો. હકીકતમાં તેમાં એન્ટી એલેરજીક ગુણ હોય છે, જે શરદી અને ઉધરસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
જો તમારા શરીરમાં અશુદ્ધિ જમા થઈ જાય છે તો અનેક પ્રકારના રોગો વ્યક્તિને ઘેરી લે છે. આ સાથે ડાઘ, ખીલ અને બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ પણ થાય છે. આવી સ્થિતિમાં તેનાથી રાહત મેળવવા માટે તમારે કંટોલાને ભોજનમાં શામેલ કરવા જોઈએ.
જે પેટને ડીટોકસ કરવા માટે કામ કરે છે, જેનાથી તમને ચર્મરોગ થઇ શકતા નથી. આ સિવાય તેના સેવનથી પથરી પણ ટુકડાઓમાં વિભાજીત થઇ જાય છે અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
જો તમને કરમિયાની સમસ્યા થઈ ગઈ છે અને પેટમાં અગવડતા રહે છે તો પણ તમે ભોજનમાં કંટોલાને શામેલ કરી શકો છો. હકીકતમાં તેમાં રહેલા ગુણો તમને સ્વસ્થ બનાવીને મળ સાથે કરમિયા બહાર કાઢી નાખે છે, જેનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે.
જો તમે ડાયાબીટીસ ની સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું બ્લડ સુગર લેવલ વધી ગયું છે. જેનાથી છૂટકારો મેળવવા માટે તમારે સપ્તાહમાં બેથી ત્રણ વખત કંટોલાની શાકભાજી ભોજનમાં શામેલ કરવી જોઈએ અથવા તો કંટોલાનો રસ કાઢીને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી બ્લડ સુગર લેવલ ઓછું થઈ જશે અને તમને ડાયાબિટીસ ની સમસ્યાથી આરામ મળશે.
જો તમારી પાચન શકિત નબળી પડી ગઈ છે અને તમે જે પણ ખોરાક ખાવ છો તે ગેસનું સ્વરૂપ ધારણ કરી લે છે તો તમારે ભોજનમાં કંટોલા શામેલ કરવા જોઈએ.
તેનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. વળી તેનાથી ખોરાક પણ આસાનીથી પચી જશે. કંટોલાની શાકભાજી ખાવાથી મોઢામાં ચાંદાની સમસ્યા પણ દૂર કરી શકાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.