આર્યુવેદ શાસ્ત્રોમાં વરિયાળીને પેટને ઠંડક આપવા માટે ઉપયોગી માનવામાં આવી છે. જો તમને ભૂખ લાગતી નથી તો તમારે ભોજન કરતા પહેલા વરિયાળી ખાવી જોઈએ.
તેનાથી વિપરીત જો તમને ભોજન પાચન થઈ શકતું નથી તો તમારે ભોજન કર્યા બાદ વરિયાળી ખાવી જોઈએ. આ સાથે ઘણા લોકો મોઢાના ફ્રેશનર તરીકે પણ વરિયાળી ખાતા હોય છે.
વરિયાળીમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે ઘણી બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે.
આ સાથે તમે આજ સુધી સાકર નો ઉપયોગ મીઠાશ વધારવા માટે કર્યો હશે પણ તમે તેનાથી ઘણી સ્વાસ્થય સમસ્યાઓ પણ દૂર કરી શકો છો. આવામાં દરરોજ તમારે સાકાર પણ ખાવી જ જોઈએ.
જો તમારી આંખો ના નંબર વધી ગયા છે અને અથાગ મહેનત કર્યા પછી પણ તે દૂર થઈ રહ્યા નથી તો તમારે ભોજનમાં સાકાર નો સમાવેશ કરવો જોઈએ. કારણ કે તે આંખોનો પ્રકાશ વધારવા માટે કામ કરે છે.
આ સાથે જો તમે ભોજન કર્યા પચી વરિયાળી સાથે સાકર નું સેવન કરો છો તો પેટના રોગો જેવા કે કબજિયાત, ગેસ, અપચો વગેરે દૂર થઈ જાય છે.
આજના સમયમાં મેદસ્વિતા થી ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. કારણ કે આ એક એવો રોગ છે, જે વ્યક્તિના બીમારી સાથે શરમનો સામનો કરવા માટે મજબૂર કરી દે છે.
આવામાં જો તમે ભોજનમાં સાકાર સાથે વરિયાળીનું સેવન કરો છો તો તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી. આ માટે તમારે સૌથી સાકાર ને પાવડર સ્વરૂપમાં ફેરવીને તેને વરિયાળી સાથે મિક્સ કરીને ખાવું જોઈએ.
જો તમને વારંવાર ઉધરસ આવી રહી છે તો તમારે વરિયાળી અને ખાંડ ને સમાન માત્રામાં લઈને તેનું ગ્રાઇન્ડ કરીને ચૂર્ણ બનાવી લેવું જોઈએ. હવે તેને મધ સાથે મિક્સ કરીને ચાટવાથી ઉધરસની સમસ્યા દૂર થઈ જાય છે.
જો તમારી યાદ શક્તિ નબળી પડી ગઈ હોય તો પણ તમે ભોજન પછી વરિયાળી અને સાકર નું ચૂર્ણ લઈ શકો છો. જો તમને વારંવાર એસિડિટી ને કારણે ખાટા ઓડકાર આવી રહ્યા છે તો તમારે વરિયાળીને પાણી સાથે ઉકાળીને તેને સાકાર સાથે ખાઈ લેવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થઇ જશે.
જો તમે ભોજન પછી વરિયાળી અને સાકરનું સેવન કરો છો તો ખોરાક સારી રીતે પચી જાય છે. જેના લીધે તમારે પાચન શક્તિ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વળી તેનાથી પેટમાં રહેલ અશુદ્ધિ જાડા મારફતે બહાર આવી જાય છે. જેનાથી કબજિયાત થઇ શકતી નથી અને મૂડ પણ સારો રહે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.