આજના સમયમાં વધુ પડતી મોબાઈલ સ્કિન અથવા કોમ્પ્યુટર પર સમય પસાર કરવાથી વ્યક્તિની આંખો નબળી પડી ગઈ છે. જેના લીધે આંખો પર ઈચ્છા ના હોવા છતાં ચશ્મા પહેરવા પડે છે. જોકે આંખોના નંબર દૂર પણ કરી શકાય છે પંરતુ
તેના માટે હજારો રૂપિયા નો ખર્ચ કરવો પડે છે, જે દરેક વ્યક્તિ કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ઘરબેઠા ઘરેલુ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને રાહત મેળવી શકશો.
કારેલા :- આ યાદીમાં પહેલા સ્થાન પર કારેલા છે. જો તમે કારેલાને શાકભાજી સ્વરૂપે અથવા કાચા ખાઈ લો છો તો તેનાથી તમારા આંખોના નંબર દૂર થઈ શકે છે.
હકીકતમાં કારેલામાં બીટા કેરોટિન મળી આવે છે. જે આંખોના નંબર દૂર કરવા માટે કામ કરે છે. આ માટે તમારે સપ્તાહમાં એકથી બે વખત કારેલાનું સેવન કરવું પડશે.
આમળા :- તમે જાણતા હશો કે આમળામાં વિટામિન સી મળી આવે છે. જે આંખોના નંબર દૂર કરવા માટે કામ કરે છે. આ માટે સૌથી પહેલા આમળાને સૂકવીને પાવડર બનાવી લો અને તેને દરરોજ મધ સાથે સેવન કરો. તેનાથી તમારા આંખોના નંબર ધીમે ધીમે ઓછા થવા લાગશે.
પાલક :- સામાન્ય રીતે પાલકની ગણતરી લીલા શાકભાજીમાં થાય છે. તેમાં વિટામિન એ મળી આવે છે, જે આંખોના નંબર દૂર કરવા માટે કામ કરે છે.
આ માટે તમે પાલકની શાકભાજી બનાવીને અથવા તેનો સૂપ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે સપ્તાહમાં બે થી ત્રણ વખત તેનું સેવન કરો છો તો તમે આસાનીથી રાહત મેળવી શકશો.
ગાયનું ઘી :- તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાયનું ઘી પણ આંખોના નંબર દૂર કરવાની શકિત ધરાવે છે. આ માટે તમારે આંખની આજુબાજુ ગાયના ઘીની માલિશ કરવી જોઈએ. તેનાથી આંખોમાં ચમક પણ આવશે અને નંબર પણ દૂર થઈ જશે.
કાકડી :- જો તમે કાકડી અથવા બટાકાને ગોળાકાર આકારમાં કાપીને આંખો પર મૂકો છો તો તમારા આંખમાં થતો દુઃખાવો દૂર થઈ જાય છે. કારણ કે આ બંને શાકભાજી આંખોની ગરમી શોષી લે છે અને ઠંડક પ્રદાન કરે છે. આ સાથે તમારા આંખોના નંબર પણ ધીમે ધીમે દૂર થાય છે.
લીલાં ઘાસ પર ચાલવું અને વ્યવાયમ કરવા :- જો તમે દરરોજ ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલો છો અને શાંત ચિત્તે અનુલોમ વિલોમ કરો છો તો તેનાથી આંખોના નંબર દૂર થઈ શકે છે.
સરસવ તેલ :- સામાન્ય રીતે સરસવ તેલનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે પણ તમે સરસવ તેલનો ઉપયોગ કરીને આંખોના નંબર દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા સરસવ તેલ લઈને થોડુંક ગરમ કરો અને પછી તેને પગના તળિયા પર ઘસો. આનાથી તમને રાહત થશે અને તમે આસાનીથી રોગોથી છુટકારો મેળવી શકશો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.