જો આપણે આજના સમયમાં ભારત દેશની વાત કરીએ તો દેશમાં એવા ઘણા લોકો છે કે જેઓ બ્લડ સુગર એટલે કે ડાયાબીટીસ જેવા ગંભીર રોગનો સામનો કરી રહ્યા હોય છે. આ એક એવો રોગ છે, જે વ્યક્તિને ઘેરી લે તો વ્યક્તિનો ધીમે ધીમે નાશ થાય છે તેને સાઈલેંટ કિલર તરીકે ઓળખવામાં આવે છે.
જોકે ડાયાબીટીસ થી પીડિત વ્યક્તિને દરરોજ દવાઓ લેવી પડે છે, જે તેના માટે નુકસાનકારક સાબિત થાય છે. આ બધી વાતો સાંભળીને ઘણા લોકોના મનમાં વિચાર આવ્યો હશે કે હવેથી ગળ્યું ખાવાનું ઓછું કરી દેવું પડશે, નહીંતર આપણને પણ રોગ થાય શકે છે.
જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો તમે ખોટા હોઈ શકો છો કારણ કે ડાયાબીટીસ ફક્ત ગળ્યું ખાવાથી નહી પણ તમારી કેટલીક આદતોને લીધે થતો હોય છે. તો ચાલો આપણે જાણીએ કે એવી કઈ આદતોને લીધે વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બની જાય છે.
જો તમે આખો દિવસ સૂઈ રહો છો અને કોઈપણ શારીરિક રીતે મહેનતનું કામ કરતા નથી તો તમારી આ આદત તમને જટિલ રોગનો શિકાર બનાવી શકે છે.
આવામાં તમારે હમેશાં થોડોક સમય કાઢીને વ્યાયામ અને વર્ક આઉટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તેનાથી તમે ગ્લુકોઝ લેવલના વધારાનો શિકાર બનશો નહીં. આ સાથે તમે શારીરિક અને માનસિક રીતે ફિટ રહી શકશો.
જો તમારા બ્લડ સુગર લેવલ માં અચાનક વધારો થઈ જાય છે તો તે દિવસે તમે જે પણ નવી વસ્તુ ખાધી હોય તેનો વપરાશ ઓછો કરો. કારણ કે તમે ગ્લુકોઝ અને સ્ટાર્સ વધુ પ્રમાણમાં હોવાને લીધે તમારી સમસ્યા વધી શકે છે. આ સાથે શક્ય હોય ત્યાં સુધી કેળાનું સેવન ઓછું કરો. કારણ કે તેમાં ગ્લુકોઝ લેવલ અન્ય ફળોની સરખામણીમાં વધારે હોય છે.
ઊંઘમાં ઘટાડો થવાને લીધે પણ બ્લડ સુગર લેવલ માં ફેરફાર થઈ શકે છે. આ માટે એક રિસર્ચ પણ કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે દિવસ દરમિયાન ઓછી ઊંઘ લેવાથી વ્યક્તિનું મસ્તિક યોગ્ય બ્લડ સુગર નો ઉપયોગ કરતો નથી,
જેના લીધે વ્યક્તિના શરીરમાં બ્લડ સુગર નું પ્રમાણ વધી જાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી દિવસમાં 8 કલાકની ઉંઘ લો. આનાથી તમે રિલેક્સ ફીલ પણ કરશો અને તમે દિવસ દરમિયાન ઉર્જસભર રહી શકો છો.
સામાન્ય રીતે શરીરમાં ઇન્સ્યુલીન ની માત્રામાં ઘટાડો થવાને લીધે વ્યક્તિ ડાયાબીટીસ થી પીડિત થઇ શકે છે. જોકે આ ઘટાડો થવા પાછળ ઘણી દવાઓ પણ જવાબદાર હોઈ શકે છે.
જો તમે ડિપ્રેશન અને માનસિક શાંતિ માટે કોઈ દવાઓનું સેવન કરો છો અથવા બ્લડ પ્રેશર ની દવાઓ ચાલે છે તો બ્લડ સુગર વધવાની પૂર્ણ શક્યતા છે. આવામાં તમારે તેના વિશે ડોક્ટરની પૂછપરછ કરીને પછી જ તેનું સેવન કરવું જોઈએ.
જો તેમને દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં માદક દ્રવ્યો નું સેવન કરો છો અથવા ધૂમ્રપાન કરો છો તો આ આદત તમારે આજે જ છોડી દેવી જોઈએ. કારણ કે ડાયાબીટીસ થાય પછી વ્યક્તિને આમ પણ બ્લડ સુગર ઓછું કરવું મુશ્કેલ કાર્ય હોય છે અને જ્યારે તમે ધૂમ્રપાન કરો છો ત્યારે બ્લડ સુગર લેવલ ઓછું કરવું ખૂબ જ અઘરુ કામ બની જાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.