આયુર્વેદ

આ પાવડરમાં છુપાયેલ છે તમારી મોટાભાગની બીમારીઓનો ઈલાજ, પગથી લઈને માથાની ચોટી સુધીના બધા જ રોગોમાં મળશે આરામ.

સામાન્ય રીતે સૂંઠનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેનાથી ભોજનના સ્વાદમાં વધારો કરી શકાય છે. જોકે તમારે જાણવું જોઈએ કે સૂંઠનો ઉપયોગ કરીને તમે મસમોટી સમસ્યાઓ પણ દૂર કરી શકો છો. જ્યારે આદુ સુકાઈ જાય છે ત્યારે તેમાંથી સૂંઠ બનાવવામાં આવે છે.

લોકો તેનો ઉપયોગ ઘણી વખત ચામાં કરતા હોય છે, જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું માનવામાં આવે છે. સૂંઠની અંદર એવા પોષક તત્વો મળી આવે છે, જે મોટાભાગની સમસ્યાઓ દૂર કરીને તમને આરામ આપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સુંઠથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ.

હાલમાં કોરોના કાળમાં રોગ પ્રતિકારક શકિત મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કારણ કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમને કોઈ રોગ તેનો શિકાર બનાવી દેશે નહીં. આ સાથે તમે શરદી, ઉધરસ વગેરેથી પણ રાહત મળી શકે છે.

જો તમે શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે સૌથી પહેલા તજ, સાકાર અને સૂંઠને મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લો અને તેનું સેવન કરવામાં આવે તો તમારી સમસ્યા દૂર થાય છે. આ સાથે જો તમે સૂંઠ વાળી ચાનું સેવન કરો છો તો તેનાથી તમને ગળાની ખરાશ દૂર કરવામાં મદદ મળે છે.

આજના તાણયુક્ત જીવનમાં ઘણા લોકો રોજબરોજ માથાનો દુઃખાવો અનુભવે છે અને જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો તમારે ભોજનમાં સૂંઠનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે તેમાં રહેલા પોષક તત્વો માથાનો દુઃખાવો, માઇગ્રેન અને આઘાશિશીની સમસ્યા દૂર કરી શકાય છે. આ માટે તમે સૂંઠને ખાઈને અથવા તો માથા પર તેની પેસ્ટ લગાવીને આરામ મેળવી શકાય છે.

જો તમે હાથ પગના દુખાવા, સંધિવા અથવા ગઠીયા વાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે જાયફળ અને સૂંઠ બંન્ને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો અને તેને તલના તેલમાં મિક્સ કરીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવામાં આવે તો રાહત થાય છે.

જો તમે પાચન ક્રિયા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેમાં મળી આવતું ફાઈબર પેટના રોગો દૂર કરીને કબજિયાતથી પણ આરામ આપે છે.

જો તમે દરરોજ ગરમ પાણીમાં સૂંઠનો પાવડર મિક્સ કરીને સેવન કરો છો તો તમારા શરીરમાં જામી ગયેલા વધારાના ચરબીના થર ઓછાં થઈ જાય છે અને તમને મેદસ્વિતાની સમસ્યાથી ધીમે ધીમે આરામ મળે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *