જમીન પર બેસીને ભોજન કરવાથી થાય છે આ લાભ, ફાયદા જાણીને તમે પણ જમીન પર બેસીને જમ્યા વગર નહીં રહી શકો….

આજના આધુનિક સમયમાં દરેક વસ્તુ બદલાઈ ગઇ છે. ખાવાપીવાની ટેવથી લઈને કપડાં સુધીની દરેક ચીજ વસ્તુઓમાં બદલાવ આવી ગયો છે. પહેલાના સમયમાં જમીન પર બેસીને ભોજન કરવામાં આવતું હતું

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પણ હવે ઊભા ઊભા અથવા ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરવામાં આવે છે. આજે જો કોઈ વ્યક્તિ જમીન પર બેસીને ભોજન કરે છે તો લોકો તેને તુચ્છ નજરથી જુવે છે.

જોકે તમને જણાવી દઈએ કે તમે પણ ઊભા ઊભા અથવા ખુરશીમાં બેસીને ભોજન કરવાને બેસ્ટ માનો છો તો તમે ખોટા હોઈ શકો છો. કારણ કે જમીન પર બેસીને ભોજન કરવાથી ગજબ ફાયદા થાય છે. જો તમને તેના વિશે ખબર નથી તો આજે અમે તમને તેના વિશે જણાવીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે જમીન પર પલાઠી વાળીને ભોજન કરવા બેસો છો તો તે એક પ્રકારનું આસન થઈ જાય છે. જે તમને શાંતિનો અનુભવ કરાવે છે. તેનાથી તમારી કરોડરજ્જુ પણ સીધી રહે છે અને તમે માનસિક રીતે સ્વસ્થ થઈ શકો છો.

આ આસન માં બેસી રહેવાથી તાણ અને ચિંતા બંનેમાં ઘટાડો થાય છે. જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભોજન કરતી વખતે વધારે પ્રમાણમાં આગળ નમવું જોઈએ નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે જો પલાઠી વાળીને ભોજન લઇ શકતા નથી નથી તો તમે અર્ધ પજ્ઞાસન અવસ્થામાં બેસીને પણ ભોજન લઈ શકો છો. તેનાથી તમે જે પણ ખોરાક ગ્રહણ કરો છો તે આસાનીથી પચી જાય છે. જેના લીધે પેટના રોગો સહિત વજન વધારો પણ થતો નથી.

જ્યારે તમે પલાઠી વાળીને ભોજન કરો છો ત્યારે તમારા કમરથી નીચેના હાડકાને દબાણ થાય છે. જેના લીધે બ્લડ પ્રેશર તો યોગ્ય રહે છે સાથે સાથે શ્વાસ લેવાની તકલીફ પણ દૂર થાય છે. જો તમે હ્રદય સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો જમીન પર બેસીને ખાવાથી તેને દુર કરી શકાય છે.

જો તમે ઊભા ઊભા અથવા ખુરશીમાં બેસીને ભોજન કરો છો તો તમને અવશ્ય ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હશે પણ જ્યારે તમે નીચે જમીન પર બેસીને ભોજન કરશો તો તમને અવશ્ય ફરક જોવા મળશે. આ સાથે કબજિયાત, અપચો, ગેસ અને અલ્સર જેવી બિમારીઓ દૂર થઈ જશે.

નીચે જમીન પર બેસીને ભોજન કરવાથી હ્રદય પણ સારી રીતે કાર્ય કરી શકે છે અને તેને દબાણનો સામનો કરવો પડતો નથી. આ સાથે મગજ સુધી લોહી પણ પહોંચે છે. આ સાથે પાચન ક્રિયા પણ એકદમ દુરસ્ત રહે છે.

હવે તને સમજી જ ગયા હશો કે જમીન પર બેસીને ભોજન કરવાથી કયા લાભ થાય છે. જો તમે આ લાભ ઉઠાવવા માંગો છો તો આજથી જ જમીન પર પલાઠી વાળીને ખાવાની ટેવ પાડો, જેનાથી તમને અવશ્ય ફરક જોવા મળશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment