Uncategorized

દુનિયાની જટિલમાં જટિલ બીમારીઓને દુર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ ઔષધિ, શરદી, ફેફસાના રોગો, શ્વાસની સમસ્યા તો 99% થઈ જશે દૂર….

તમે જાણતા હશો કે આર્યુવેદમાં એવી ઘણી વસ્તુઓ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યા દૂર કરી શકો છો. આવી જ એક વસ્તુ જેઠીમધ છે. હા, જેઠીમધ નો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓથી રાહત મેળવી શકીએ છીએ.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જેઠીમધ ને મૂળિયાં સાથે કાઢી નાંખવાથી પણ તેમાં 2 વર્ષ સુધી ઔષધીય ગુણો રહેલા હોય છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને જેઠીમધ ના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેઠીમધમાં કેલ્શિયમ સાથે અનેક ગુણો જોવા મળે છે, જે ગળાનો દુઃખાવો, સાંધાના દુઃખાવા, પેટમાં વિકાર, આખો દિવસ આળસ અને નબળાઈ, કફ, શરદી, ઉધરસ, પિત્ત, ગેસ, અપચો, ફેંફસા ના રોગો જેવી અનેક બીમારીઓ દૂર કરવાની તાકાત ધરાવે છે.

જો તમારા શરીરમાં પૂરતી ઊંઘ લીધા પછી પણ આળસ રહે છે અને આખો દિવસ થાકેલા રહો છો તો તમારે જેઠીમધ નો ઉપયોગ કરવો જોઈએ. તેમાં જોવા મળતા તત્વો તમને આખો દિવસ ઊર્જાવાન બનાવી રાખે છે.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા દૂધ સાથે જેઠીમધ મિક્સ કરીને પીવું જોઈએ અથવા મધ સાથે કે પછી ગરમ દૂધ સાથે પાણી મિક્સ કરીને જેઠીમધનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં આખો દિવસ ઊર્જા રહેશે અને તમે બહુ જલદી થાકી જશો નહીં.

જો તમે જેઠીમધ ને પાવડર સ્વરૂપમાં ફેરવીને તેને દરરોજ ચહેરા પર લગાવવાથી ચહેરા પર અનોખી ચમક આવી જાય છે. આ સાથે જો તમારા વાળ સફેદ થઇ ગયા છે અને અથાગ મહેનત કર્યા પછી પણ કાળા થઇ રહ્યા નથી તો તમારા જેઠીમધ અને આમળાનું ચૂર્ણ વાળમાં લગાવવું જોઈએ.

જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ ગયું હોય તો તમને હ્રદય સાથે જોડાયેલ સમસ્યાઓ થઈ શકે છે. આવામાં તમારે જેઠીમધ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો થાય છે. જેના લીધે તમને હાર્ટ એટેક, બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

જો તમે આખો દિવસ કોમ્પ્યુટર કે મોબાઈલ સાથે સમય પસાર કરો છો તો તમારી આંખોમાં સમસ્યા થવાની શક્યતા રહે છે. આવામાં જો તમારી આંખોમાં દુઃખાવો, બળતરા જેવી સમસ્યા થાય છે તો તમારે જેઠીમધ ના ચૂર્ણમાં વરિયાળી પાવડર મિક્સ કરીને તેનું સેવન કરવાથી રાહત મળે છે, આ સાથે જેઠીમધ ના ચૂર્ણથી આંખો સાફ કરવાથી પણ બળતરા ઓછી થાય છે.

જો તમારા લીવર પર સોજો આવી ગયો છે અથવા તેમાં અશુદ્ધિ જમા થઈ ગઈ છે તો તમારે જેઠીમધ નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો લીવર માંથી વધારાની અશુદ્ધિ દૂર કરી દે છે. જેના લીધે તમારી કબજિયાતની સમશ્યા કરવી જોઈએ.

જો તમારા દાંતમાં કીડા પડી ગયા છે અને અથાગ પ્રયાસ કર્યા પછી પણ યોગ્ય ફેરફાર દેખાતો નથી તો તમારે જેઠીમધ નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ તત્વો દાંતમાં રહેલા કીડા દૂર કરવામાં મદદ કરે છે, જેના લીધે તમને કેવિટી ની સમસ્યા થતી નથી.

જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે અને તેના લીધે સાંધાના દુખાવા થાય છે તો તમારે જેઠીમધના ચૂર્ણ સાથે મધ મિક્સ કરીને ચાટવાથી રાહતનો શ્વાસ લઈ શકાય અને લોહીની ઉણપ દૂર કરી શકાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *