જો આ રીતે કરશો ગોળનું સેવન તો દૂર થશે આટલી બધી ગંભીર બીમારીઓ.

મિત્રો આજે આપણે ગોળ ના આયુર્વેદિક ફાયદાઓ વિશે જાણીશું ગોળને એક નેચરલ સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આજ નુ ખાન-પાન એટલું અયોગ્ય છે કે બીમારી આપણા શરીરને ઘર બનાવી લે છે આજનો યુવાન આનો શિકાર છે તે થોડા પરિશ્રમ પછી થાકી જાય છે તો એવા જ થાકને દૂર કરવા માટે આ ગોળ એક અમૂલ્ય ઔષધી છે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ગોળમાં રહેલ તત્વ શરીરના એસિડને દૂર કરે છે. મિત્રો આપણે જમ્યા પછી ગળ્યું ખાતા જ હોઈએ છીએ ગોળ ને ખાંડ નો વિરુદ્ધાર્થી કહેવામાં આવે છે. ગળ્યું ખાવા માં જો ગોળનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી છે ભારતની સંસ્કૃતિ પ્રમાણે ગોળ નું મહત્વ કંઇક અલગ છે.

ગોળ અને ખાંડ આ બંને શેરડી ના રસ માંથી બનાવવામાં આવે છે પરંતુ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલા આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ આવા બધા જ તત્વો નાશ પામે છે પણ ગોળ માં આવું થતું નથી તેથી જ બને ત્યાં સુધી ચા દાળ અને શાકમાં ખાંડના બદલી ગોળનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ગોળ માં વિટામિન બી હોય છે ગોળનુ નિયમિત સેવન કરવાથી આરોગ્ય સંબંધી બધી જ તકલીફો દૂર કરે છે ઘણા લોકો નું એવું કહેવું છે કે ગોળનું સેવન માત્ર શિયાળામાં જ કરવું જોઈએ પણ એવું નથી ગોળ ને ઉનાળામાં પણ ખાવું જોઈએ ગોળને માત્ર એકલો ગાંગડા સ્વરૂપે ખાઈએ તો તે ખૂબ જ ગરમ તાસીર નું હોય છે.

પણ ગોળ પાણીમાં પલાળીને તે પાણી પીવાથી તે ખૂબ જ લાભદાયી હોય છે મિત્રો ગોળનું એક મહત્વનો લાભ એ છે કે કુદરતી મીઠાશ પૂરી પાડે છે અને લાંબા ગાળા માટે એનર્જીનો પુરવઠો પૂરો પાડે છે. મિત્રો જે લોકોને ડાયાબિટીસ હોય અને જે લોકો તેમનું વજન ઓછું કરતા હોય તે લોકો ધ્યાન રાખવું કારણ કે વધુ પડતા ગોળ ના વપરાશ થી વજન વધી શકે છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અને બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે ગોળનું સેવન કરવાથી તમારી સ્કીન એકદમ ચમકદાર બનાવે છે ગોળ શરીરમાંથી ટોક્સિન ને બહાર કાઢે છે તેથી તમારી સ્કિન હેલ્ધી અને ક્લીન બનશે મિત્રો માથાનો દુખાવો રહેતો હોય તેમાં પણ ગોળ ખૂબ લાભદાયી છે દેશી ગાયનું ઘી અને ગોળ સવારે અને સાંજે લેવાથી માથાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તે લોકોને ગોળનું સેવન કરવું જોઈએ ગોળ એ ખોરાક પચાવવાનું કામ કરે છે તેથી જમ્યા બાદ ગોળનુ સેવન કરવું જોઈએ વાયુ અને પિત્તની તકલીફ હોય તો ગોળ તેમાં પણ રાહત આપે છે મિત્રો ગોળ માં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાથી એ હાડકાને મજબૂત બનાવે છે.

સવારે અને સાંજે જમ્યા પહેલા ગોળ ખાવાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે મિત્રો ગોળ આયન નો મુખ્ય સ્ત્રોત છે એનેમિયા ના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે ખાસ કરીને મહિલાઓ માટે ગોળ માં એન્ટી એલર્જીક તત્વ રહેલું છે તેથી દમના દર્દીઓ માટે ગોળ ખૂબ જ લાભદાયી છે મિત્રોમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ હોય છે તેથી તે બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે.

મિત્રો ગોળ ની તાસીર ગરમ હોવાથી તે શરદી અને કફમાં રાહત આપે છે જો તમને શરદી હોય તો ગોળનો ઉપયોગ કરવો જોઈએ ગોળ વાળી ચા પીવાથી શરીરમાં ઘણી રાહત મળે છે ગોળ નો એક ટુકડો અને આદુનો ટુકડો બંને એક સાથે લેવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે, મહિલાઓએ ગોળનો ટુકડો ખાવાથી માસિક પીડા અને પીએમએસ ઘટાડવામાં મદદ મળે છે,

ગોળ માં એન્ટિ ઓક્સિડન્ટ અને ખનીજ જેવા કે ઝીંક અને સેલેનિયમ જેવા તત્વો રહેલા છે તેથી ગોળ આપણા શરીરમાં ઇમ્યુનિટી વધારે છે. અને આપણે સ્વસ્થ રાખે છે અને આપણા શરીર ના ગણા એવા રોગો દૂર કરવામાં ઉપયોગી નીવડે છે. તો મિત્રો જરૂર આપણે ગોળ ખાવો જોઈએ અને ખાસ કોઈને ડાયાબિટીસના દર્દી હોય તેને ડોક્ટર ની સલાહ બાદ જ ગોળ ખાવો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment