કેરી ખાધા પછી ક્યારેય ના ખાતા આ 5 વસ્તુઓ. નહીંતો બની શકો છો ગંભીર બીમારીના ભોગ.

મિત્રો ઉનાળાનો ધોમ ધખતો તડકો હોય અને તેમાં આપણે સૌને પ્રિય એવી કેરી ખૂબ ખાતા હોઇએ પણ થોડું તમેં પણ જાણીલો કેરી વિશે. આજે આપણે આ લેખમાં કેરી વિશે વાત કરવાની છે મિત્રો કેરી કઈ રીતે ખાવી, કોની સાથે ખાવી, કઈ વસ્તુ સાથે ખાવી, તેવી ઘણી બધી આપણે આરોગ્યપ્રદ વાત કરીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આપણે કેરી ખાઇએ છીએ તેની સાથે સાથે આપણે ઘણી બીજી પણ વસ્તુ ખાઇએ છીએ કેરી ખાવાની રીત આપણા દેશના આયુર્વેદમાં ખુબ સરસ બતાવવામાં આવી છે મિત્રો આપણે કેરીનો રસ બનાવી, તેને કાપીને અને તેના ગોળીને ખાઈએ છીએ અને તેનો રસ પણ ખાઈએ છીએ કેરીનો રસ ખૂબ જ પૌષ્ટિક છે અને આપણા શરીરને પણ પુષ્ટ કરે છે.

મિત્રો કેરીના રસ સાથે આપણી કોઈ વિરુદ્ધ આહાર લઈએ તો તે ઉપયોગી થવા કરતા તે આપણા શરીરમાં નવા નવા રોગોને આમંત્રણ આપે છે મિત્રો કેરીની સાથે છાશ ખાવી ન જોઈએ કેમ કે છાશને ઉષ્ણ જાણવામાં આવી છે,.દહીં અને છાશ અમ્લ પદાર્થ છે મિત્રો કેરીનો રસ ગળ્યો હોય છે તેથી છાસ અને દહીં સાથે ન ખાવું જોઈએ,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કેરીનો રસ અને છાસ એક સાથે ખાવાથી એનો વિપાક અમલ થઈ જશે અને શરીરમાં અનેક પ્રકારની તકલીફો થાય છે કેરીનો રસ અને છાશ ખાવાથી શરીરમાં અમ્લપિત્ત એટલે કે એસિડિટી વધી જશે અને ખાટા ઓડકાર આવવા નું ચાલુ થઇ જશે અને માથું પણ દુખાવાનું ચાલુ થવા લાગશે .

મિત્રો કેરીના રસને આપણા શરીર માટે ફાયદાકારક રાખવો હોય તો તેની સાથે છાસ ન ખાવી જોઈએ અને એસીડીટી ન થવા દેવી હોય તો કેરીના રસ સાથે આવા અમ્લ પદાર્થો ન લેવા જોઇએ બીજા આવા પદાર્થો લેવાથી ચામડી ના રોગો પણ થાય છે ચામડીમાં અનેક વિકારો થવા લાગે છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાની નાની ફોલ્લીઓ થશે અને માથું પણ દુખશે. હાથ પગમાં દુખાવો, કળતર થવા લાગશે અને શરીરમાં બેચેની રહેશે પાચનક્રિયા પણ ધીમી રહેશે અને આવું વિરુદ્ધ આહાર લેવાથી ઉલટી અને ઉબકા થવા ની શક્યતા રહેશે.

 

મિત્રો કેરી ને દૂધ સાથે લઈ શકાય છે કારણ કે દૂધનો સ્વાદ પણ મીઠો છે અને કેરીનો રસ પણ મીઠો છે આ બંને એક સાથે લેવાથી શરીર પુષ્ટ બને છે અને શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે છે મિત્રો કેરી જ એક એવું ફળ છે જે દૂધ સાથે લઈ શકાય છે બીજા કોઈ પણ ફળ દૂધ સાથે લઈ શકતા નથી,

કેરીનો રસ દૂધની સાથે માન્ય ગણવામાં આવે છે જે શરીરને પોષણ આપે છે તે આંખોની દ્રષ્ટિ માં પણ વધારો કરે છે અને શરીરને નિરોગી પણ રાખે છે કબજિયાતની તકલીફ માં ઘટાડો કરે છે કેરીનો રસ દૂધ સાથે પચી શકે છે જો તેને જાળવી રાખવો હોય તો બીજી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

મિત્રો પહેલા ના જમાનામાં કેરીના રસ સાથે રોટલી કે પુરી ખાવા માં આવતી હતી કેરીથી આપણે શક્તિ મેળવવી હોય કે પછી એસીડીટી ની તકલીફોથી દૂર રહેવું હોય અને આપણા શરીરને સપ્તધાતુ ને જાળવી રાખવી હોય તો આપણે કેરીની સાથે કોઈપણ શાક પણ ન ખાવા જોઈએ.

કારણ કે કેરીના રસની જે મધુરતા છે એ માત્ર આપણે રોટલી કે પુરી સાથે ખાશુ તો એની આપણને ખૂબ જ અનેરા આનંદ ની લાગણી પ્રાપ્ત થશે. મિત્રો કેરીના રસની સાથે અથાણાં નું સેવન કરવું એ પણ મનાઈ છે કારણ કે અથાણામાં અમ્લતા ભળે છે. અને તેમાં બીજા બધા સ્વાદ નો પણ ઉમેરણ થાય છે

 

મિત્રો કેરીની સીઝન વગર પણ આપણા શાસ્ત્રોમાં ખાવાની મનાઈ કરવામાં આવી છે. મિત્રો આપણા દેશમાં અનેક પ્રકારની કેરીઓ થતી હોય છે. અને સાથે જ દક્ષિણ ભારતમાં કેરીનું વિપુલ માત્રામાં ઉત્પાદન થાય છે અને આપણા ગુજરાતમાં ખાસ કરીને સાસણ કચ્છ અને અમરેલીના વિસ્તારોમાં કેસર કેરીની મીઠાશ છે,

અને તે આખા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મિત્રો કેરી એ પૌષ્ટિક આહાર છે પરંતુ આવી વસ્તુઓ કેરીના સેવન કર્યા પછી તરત જ ન લેવી જોઈએ. જો આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો જરૂર કેરી સાથે વિમુખ ખોરાક ક્યારેય ન લેવા જોઈએ. આવી રીતે જો કેરીનું સેવન કરવામાં આવે તો નુકસાન થાય છે જેથી વિમુખ આહાર સાથે કયારેય કેરી ના ખાવી.

જો તમે આવીજ આરોગ્યપ્રદ માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment