ઘઉંના જવારા તો ઈશ્વરીય બક્ષિશ જ ગણાય કારણ કે તે નવું જીવન બક્ષનારું ઔષધ તરીકે ઓળખાય છે. તો ચાલો જાણીએ ?

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now
ઘઉંના જવારા તો ઈશ્વરીય બક્ષિશ જ ગણાય કારણ કે તે નવું જીવન બક્ષનારું ઔષધ તરીકે ઓળખાય છે. તો ચાલો જાણીએ ?
=】જવારા ઉગાડવાની રીત :-
=]  6 થી 8 પહોળાઈવાળા માટીના કોડિયા કે કુંડામાં કોઈપણ કુટુંબની જરૂરિયાત પ્રમાણે 7 , 14 , 21 કે 28 ગ્રામમાં ચોખ્ખી સારી કાળી ખેતરાઉ માટી નાખીને કોઈપણ જાતનું રસાયણ ખાતર મેળવ્યા સિવાય દરરોજ એક, બે કે ત્રણ કુંડામાં ઘઉં વાવી શકાય.
=]  સામાન્ય રીતે છ થી દસ દિવસમાં ઘઉંના જવારા પાંચથી સાત ઇંચના થાય છે. પાંચથી સાત ઇંચ સુધીના જવારામાં જ પૂરતા રોગહર દ્રવ્યો મળે છે. તેથી ઉપરાંતના (સાત ઈંચથી) મોટા જવારામાં તે મળી શકતા નથી.

=]  આ જવારાને માટીની સપાટી પાસેથી કાતરથી કાપી લઈને અથવા મૂળમાંથી ખેંચી કાઢી વાપરી શકાય. અને ત્યારબાદ તે જ કુંડામાં ફરી ઘઉં વાવી શકાય છે. વાવતી વેળાએ કુંડા કે કોડિયાની અંદરની સપાટી માટી ઢંકાય એટલા ઘઉં નાખવા કે જેથી થોડી જગ્યામાં વધુ જવારા મળી શકે. આ રીતે ક્રમ:સર કુંડામાં ઘઉં વાવવાથી હંમેશા જવારા મળ્યા કરે છે.

=】જવારા લેવાની રીત :-
=]  જવારા કાપ્યા પછી તરત જ તેને સ્વચ્છ પાણીથી ધોઈને ખાંડી, કપડાના કટકામાં દાબી, નીચોવી તેનો રસ કાઢવો. આ જવારાના કૂચાને આ રીતે ફરી ફરી ત્રણ વખત ખાંડીને નિચોવવાથી તેમાંનો પૂરો રસ નીકળી જશે. (ચટણી બનાવવાના સંચા કે બીજા એવા મશીનથી પણ રસ કાઢી શકાય) આ રસ કાઢ્યા પછી, તેને તુરત જ ધીમે ઘૂંટડે પી જવો. કારણ કે પડતર રસનો ગુણ દરેક ક્ષણે ઓછો થતો જાય છે.
=]  આ રસ ગમે ત્યારે અનુકૂળતાએ લઇ શકાય છે. પરંતુ તે લીધા પછી અર્ધા કલાક સુધી કોઈપણ પ્રકારનો ખાદ્ય કે પેય પદાર્થ ન લઇ શકાય. શરૂઆતમાં કેટલાકને ઉબકા કે ઉલટી થાય છે, ઝાડા કે શરદી પણ થાય છે પરંતુ તેથી જરાય ગભરાવવું નહિ. ઉલટી, ઝાડા, શરદી વાટે શરીરમાં એકઠા થયેલા ઝેરો નીકળી જાય છે.
=]  આ રસમાં આદું અને / અથવા નાગરવેલના પાન ઉમેરી શકાય. આમ કરવાથી જવારાના રસના સ્વાદ અને ગુણમાં વધારો થાય છે અને ઉબકા આવતા નથી. આ રસમાં લીંબુનો રસ કે મીઠું નાખવું નહિ.
=]  રસ કાઢવાનો સમય કે અનુકૂળતા ન હોય તો જવારા ખૂબ ચાવીને પણ ખાઈ શકાય. આથી દાંત અને પેઢા મજબૂત થવા ઉપરાંત મોંમાંથી ખરાબ વાસ આવતી હોય તો તે ઓછી થશે અથવા તદ્દન બંધ થઇ જશે.
=]  જવારાના રસ શરુ કર્યા પછી અનુકૂળતા અને ફાયદો જણાય તો બે થી ત્રણ વખત પણ લઇ શકાય.
=]  જીવન – મરણનો સવાલ હોય તેવા દર્દીને તો દિવસમાં ત્રણ વખત એક મોટો ગ્લાસ ભરીને પણ આપી શકાય.
=]  સર્વ પ્રકારના રોગો અને શારીરિક નબળાઈઓ દૂર કરનાર આ જવારાનો રસ દૂધ – દહીં અને માંસ કરતા અનેક રીતે વધુ ગુણકારી અને તાકાતવાન હોવા છતાં એ બધા કરતા આ કેટલું બધું સસ્તું છે !
=]  નવજાત શિશુથી માંડીને નાના, મોટા, આબાલ વુદ્ધ, નર નારીઓ સૌ કોઈ આ જવારા રસનું જોયતું સેવન કરી તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે છે. પ્રસૂતા બહેનો પ્રસુતિકાળમાં આ રસનું સેવન કરે અને શિશુ પ્રાપ્તિ પછી બાળકને પણ દરરોજ ચારથી પાંચ ટીપા આ રસના આપે તો બાળકની તંદુરસ્તીનું ઘડતર સારું થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

Leave a Comment