આયુર્વેદ

શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ સાત ફાયદાઓ. ફાયદાઓ જોયા પછી કોઈ શિયાળામાં ચૂકશો નહીં ગંઠોડા ખાવાના..

આજના સમય માં દરેક ગૃહિણીઓ ના ઘરમાં ગંઠોડા કે પીપળી મૂળ હોય જ છે.ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પતિ માં મૂળિયાં ની ગાંઠ છે.શરદી તથા ઉધરસ માં ગંઠોડા ની રાબ પીવાય છે.તેનો ઉપયોગ ચા-શાક ના ગરમ મસાલામાં પણ કરવામાં આવે છે.

છોટા નાગપુર પ્રદેશ માં બહેનોના માસિક સ્ત્રાવ ની અનિયમિતતા માં તથા શરદી ના વિકારો માં ગંઠોડા નો ગોળ સાથે ઉકારો પીવામાં આવે છે.પ્રસૂતા સ્ત્રીઓ ના ગર્ભાશય અને યોનિમાર્ગ ને મૂળ સ્થિતી માં લાવવા ઘી-ગોળમાં કરેલી રાબ ઉમદા ટોનિક જેવું કામ કરે છે.જે પ્રસૂતા બહેનોની પ્રસુતિ થઈ જય પછી ઓર ના પડે તો ગંઠોડા અને ગોળ નો ઉકાળો આપવાથી ઓર પડી જાય છે.

1.અનિંદ્રા:-

ખૂબ વિચાર ,વાયુ કે વૃદ્ધાવસ્થા ને કારણે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે.ગંઠોડા નું 2 ગ્રામ ચૂર્ણ ને ગોળ તથા ઘી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે.
તથા દુધ માં ખાંડ નાખી તેમાં ગંઠોડા નાખી પીવાથી સારી ઊંઘ આવે છે.

2.કફની ઉધરસ તથા તાવ:-

ગંઠોડા તથા સૂંઠ નું ચૂર્ણ બનાવી મધ સાતે લેવાથી શરદી અને કફ માં રાહત થાય છે. તથા તેની ગોળી બનાવી મોં માં રાખવાથી આરામ મળે છે.તેનું ચૂર્ણ મધ સાથે લાઇ ઉપર ગરમ દૂધ પીવાથી તાવ મટે છે.

3.અમ્લપિત્ત અને શ્વાસ :-

ગંઠોડા ૨ ગ્રામ તથા ૩-૪ ગ્રામ સાકર મેળવી સવાર – સાંજ લેવાથી શ્વાસ નું દર્દ ઓછું થાય છે.પીપળી મૂળ નર ખરલમાં ૨૪ કલાક ઘૂંટી લાઇ તેમાંથી ૨ ગ્રામ દવા રોજ લેવાથી શ્વાસ નું દર્દ શમે છે.

4.ઉલટી:-

ગંઠોડા નું ચૂર્ણ અને સુંઠ સમાન ભાગે લેવાથી ઉલટી બંધ થાય છે.

5.હૃદયરોગ:-

પીપળી મૂળ અને એલચી નું ચૂર્ણ બનાવી તેમાંથી 3 ગ્રામ દવા લઈ મધ સાથે લેવાથી કફજન્ય હદયરોગ મટે છે.

6.સોજા માટે:-

શરીર ના કોઈપણ ભાગ પર ના કફ કે વાયુ ના સોજા માટે પીપળી મૂળ ને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો જોઈએ તથા ચિત્રક,સૂંઠ નાખીને પીવું જોઈએ.

7.ધાવણ વધારવા:-

કાળા મરી અને ગંઠોડા ને પાણી સાથે વાટી તેને ગરમ દૂધ માં નાખી માતા ને રોજ પીવડાવવાથી ધાવણ માં વધારો થાય છે.

ગુણધર્મો:-

આયુર્વેદ ના મતે ગંઠોડા કે પીપળી મુળ સ્વાદે તીખા અને તીક્ષ્ણ હોય છે.

તે પિતદોષ કરનાર ,વાયુ તથા કફ નાશક અને વાયુ વધારનાર છે.

જાડા ને ભેદનાર,પેટ ના દર્દો,આફરો ,બરોર, ગોળો કૃત્રિમ દમ ,શ્વાસ,મગજની નબળાઈ ગાંડપણ, વાયુપ્રકોપ વગેરે ને દૂર કરનાર છે.

પ્રસૂટને થયેલ રોગ,માસિક સાફ ન આવવું તથા સુતિક રોગ મટાડનાર છે.

તે વાયુહર ,અનિંદ્રા,ઉધરસ ,કફ,શ્વાસ ને મટાડનાર છે.

મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો જરૂરથી તમારા મિત્રો થા પરીવારજનો માં અવશ્ય share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *