દહીંથી કરો ફેશિયલ અને ત્વચાને બનાવો ચમકીલી. સ્કિન ને ચમકદાર અને સુંદર બનાવવા માટે ઘરે બનાવેલું ફેશિયલ ખુબજ ફાયદાકારક છે.ઋતુઓ પ્રમાણે અલગ-અલગ ફેશિયલ જરૂરી છે. ઉનાળામાં દહીં નું ફેશિયલ ત્વચા માટે ફાયદાકારક છે.ધી મોટા ભાગે સ્કિન ને અસરકરનાર તત્વ હોય છે જે ત્વચા ને ચમકીલી બનાવે છે.
સ્કિન ફેશિયલ જુદાં જુદાં સ્ટેપથી કરી શકાય છે. જેમાં ક્લીનજિંગ એટલે કે મોંઢા ને સાફ કરવું.પછી srubing એટલે બ્લેક હેડ ને દૂર કરવા ત્યારબાદ મસાજ કરવું અને છેલ્લે ફેસપેક લગાવવો એટલે આપરું ફેશિયલ પૂરું થયું કહેવાય. ખાસ કરીને ઘર નું દહીં એ સૌથી સારું છે. કુદરત માં આવી ઘણી ચીજો છે જેના લીધે ત્વચામાં ચાર ચાંદ લગાવી શકાય છે.
ચાલો જોઈએ ફેશિયલ સ્ટેપ વિશે:-
ક્લીનજિંગ:- સૌથી પહેલા ૨-૩ ચમચી દહીં લેવું ત્યારબાદ મોઢું સાફ કરી દહીં થી મસાજ કરવું .હળવે હાથની આંગળીઓ વડે ૫ મિનિટ સુધી મસાજ કરી સાફ કરી નાખવું.
સ્ક્રબિંગ:- દહીં ના થોડી ચીની ઉમેરી સ્ક્રબ તૈયાર કરો.પછી તેને હલકા હાથથી મસાજ કરવું. જેનાથી લિહીનું પરિભ્રમણ વધે છે અને સ્કિન માં નિખાર આવે છે.
ફેસપેક:- દહીં માં થોડો ચોખનો લોટ ઉમેરી મિક્સ કરી પેક બનાવો પછી તેને સ્કિન પર લગાવો અને મસાજ કરો.પરંતુ જે લોકો ને સ્કિન તૈલી હોય તેને આ મિક્સર માં મધ અથવા ગ્લિસરીન ઉમેરવું તથા જે લોકો ને ખીલ અને વધુ પડતા કાળા ડાઘ હોય તેને આ પેક માં લીમડાના પાન ઉમેરી પેક બનાવી તેનું મસાજ કરવું.
ટોનર:- બે ચમચી દહીં લઇ તેમાં કોઈપણ ઓઇલ ના બે ટીપાં ઉમેરી મધ નાખી ટોનર બનાવો પછી તેને મોંઢા પર લગાવ્યા બાદ ૨-૩ કલાક રહેવા દો પછી તેને સાફ કરી લો.ફેસિયલ કે બાદ ૨૪ કલાક પછી સાબુ નો ઉપયોગ કરવો અને ઠંડા પાણીથી મોં ધોવું.
આ ફેશિયલ થઈ તમારી ત્વચા માં એક સુંદર નિખાર જોવા મળે છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.