અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે આપણા શરીરને કેટલીકવાર ટાઈમ આપવાનું ભૂલી જઈએ છીએ જેના કારણે આપણે નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે. તો તેમાંથી આજે આપણે વાત કરીશું શ્વાસની દુર્ગંધની સમસ્યાનો. કેટલીકવાર મોંની અપૂરતી સફાઈના લીધે અથવાતો મોંને લાગતા રોગોને કારણે મોં માંથી દુર્ગંધ આવે છે જેના લીધે શરમનો એહસાસ કરવો પડે છે તો આજે આપણે શ્વાસની દુર્ગંધ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપચારો જોઈશું.
વરિયાળી :- શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં વરિયાળી ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ જમ્યા પછી આપણે વરિયાળીનો મુખવાસ લેતા હોઈએ છીએ. ભોજન પછી વારિયાળી ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. વરિયાળી લાળના ઉત્પાદનને વધારીને શ્વાસની દુર્ગંધ માટેના જવાબદાર બેક્ટેરિયાને ખતમ કરે છે. અને તેના સેવનથી એસિડિટી થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે.
ગ્રીન ટી :- ગ્રીન ટી પીવાથી આપણી શ્વાસ તાજી રહે છે માટે તમારી દિનચર્યામાં ઓછામાં ઓછી એક કપ ગ્રીન ટી જરૂર ઉમેરો. વજન ઉતારવા માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક છે.
તજ :- તજને તો આપણે સારી રીતે જાણીએ જ છીએ. તજમા એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જેથી તે મોમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને શ્વાસની દુર્ગંધ ને દૂર કરે છે. તજને તમે સીધા ચાવીને પણ ઉપયોગમાં લઇ શકો છો અથવા તો તેને ચા માં નાખીને ચા પીને પણ લાઇ શકો છો અને તેને પાણી જોડે ઉકાળીને કોગળા કરીને પણ ઉપયોગમાં લઇ શકો છો.
સરસિયાનું તેલ :- એક ચમચી સરસિયાના તેલને પોતાના મુખમાં રાખીને ઓછામાં ઓછા 30 સેકન્ડ મોં માં હલાવો અને પછી તેને થુકી દો. અને ત્યારબાદ બીજી એક ચમચી સરસિયાના તેલને લઈ ને તેને ગળી જાઓ. જેનાથી મુખની દુર્ગંધ દૂર થઈ જશે.
ઈલાયચી :- ઈલાયચીની ચા બનાવીને પીવાથી અને મોમાં રાખીને ચાવવાથી પણ મોં ની દુર્ગંધ દૂર થાય છે અને ખૂબ જ ફાયદાકારક છે.
અજમો :- અજમો પણ ઉત્તમ ઔષધ છે. અજમાનો ઉપયોગ ગેસ માટે પણ થાય છે. અજમામાં ક્લોરોફિલ રહેલું હોય છે, જે જીવાણુ સામે લડે છે. અજમો એક સારું માઉથ ફ્રેશનર છે. જે શ્વાસની દુર્ગંધ દૂર કરવાની સાથે પાચનક્રિયાને સુધારવામાં મદદરૂપ થાય છે.
ફુદીનો :- આજ સુધી ફુદીનાને પાણીપુરી સાથે ખાધી હશે. પણ ફુદીનાનો ઉપાયોગ માઉથ ફ્રેશનર્સમાં પણ થાય છે. કુલિંગ ઈફેક્ટ માટે ઉપયોગમાં લવાતો ફુદીનો શ્વાસને તાજી રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. ફુદીનાની ચા કે તેના પાન ચાવવાથી પણ શ્વાસની દુર્ગંધમાં ઘણી રાહત મળે છે.
તો આ ઘરેલુ ઉપચારોથી આપણે શ્વાસની દુર્ગંધને દૂર કરી શકીએ છીએ. તો તમને અમારો આજનો આ આર્ટિકલ કેવો લાગ્યો. જો તમે આવા જ આર્ટિકલ વાંચવા માગતા હોય તો અમારા પેજ ને લાઈક અને ફોલો કરો અને આ પોસ્ટને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહિ..
ધન્યવાદ…જય હિન્દ…