કલિયુગમાં આશીર્વાદ સમાન એવા અંધેડા વિશે જાણીએ. સામાન્ય રીતે ગુજરાતી માં અંધેડો અને સંસ્કૃત માં અપામાર્ગ તરીકે ઓળખવામાં આવે છે.ચોમાસાની ઋતુ માં જોવા મળતી અપોઆપ ઉગી નીકળતી જંગલી વનસ્પતિ છે.તેની ઊંચાઈ ૪-૫ ફૂટ અને આછા -આછા કાંટા જોવા મળે છે.તેમાં ત્રણ જાતો જોવાં મળે છે ધોળા, રાતા અને પાનખેડા જોવા મળે છે.તેમાં ધોળા અંધેડા શ્રેષ્ઠ હોય છે.
અંધેડો પાણીવારી બધી જ જગ્યાએ જોવા મળે છે.તેના પાન અણી વાળા અને લંબગોળ આકારના હોય છે. તેના મૂળ, બીજ, પંચગક્ષર અને મૂળ ઔષધીમાં વપરાય છે.
અંધેડા ના ઉપયોગ:-
- ધોળા અંધેડા નો શરદી,કફ ,ઉધરસ વગેરે માં તેના કાંટા ની ફોત્રી દૂર કરી ચૂર્ણ બનાવી સૂંઘવાથી રાહત થાય છે.
- તેના બીજ ને વાટી ને ચોખાના ઓસામણ માં ઉમેરી લેવાથી હરસ, મસા વગેરે માં લોહી પડતું અટકાવી શકાય છે.
- તેના બીજ ને પચવામાં બહુ વાર લાગે છે તેથી સાધુ -સંતો બીજ અને દૂધ ની ખીર બનાવી ખાતા તેથી ૫-૭ દિવસ સુધી ભૂખ્યા રહી શકતા.
- તેના મુળ ને પાણી અને મધ સાતે ઘસીને આંખમાં આજવા થી ફૂલ માટે છે.
- અંધેડા ના મૂળ નું દાતણ કરવાથી દાંત નો દુખાવો દૂર થાય છે.
- તેના બીજ ને વાટી ને રાબ પીવાથી ભૂખ લાગવાનો રોગ મટે છે.
- અંધેડા નું ચૂર્ણ માથાના દુઃખમાં ખૂબ ગુણકારી છે.તથા તેના પાન નો રસ મધ સાથે લેવાથી તાવ મટાડે છે.
- અંધેડા ના ચૂર્ણ ને મારી સાથે લેવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.
- અંધેડા નું દૂધ સાથે સેવન કરવાથી ગર્ભધારણ ની શક્યતાઓ વધી જાય છે.
મિત્રો, તમને આ આર્ટિકલ ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.